સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત


SHARE





મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત

મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા વિરુદ્ધમાં કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેના દ્વારા વર્ગ વિગ્રહ થાય તેવા ભાષણો સભાઓમાં કરવામાં આવે છે અને પાટીદાર સમાજના યુવાનોને ઉશ્કેવામાં આવે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે

મોરબીના શનાળા રોડ આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી કલેક્ટર કચેરી સુધીની સર્વ હિન્દુ સમાજ દ્વારા બાઇક રેલી કરવામાં આવી હતી અને ત્યાર બાદ કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને સમાજમાં વર્ગ વિગ્રહ થાય તેવા સભાઓમાં ભાષણો કરવામાં આવે છે અને પાટીદાર સમાજના યુવાનોને ઉશ્કેરે છે તેવો આક્ષેપો કર્યો છે અને બીએનએસ ની કલમ 196 મુજબ તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. વધુમાં આવેદનપત્ર આપવા માટે આવેલા આગેવાનો પૈકી આહીર સેના ગુજરાત પ્રદેશ કોર કમિટીના સભ્ય રામભાઈ ગોજીયાએ કહ્યું હતું કે, તાજેતરમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનોજ પનારા સહિત 7 શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાયેલ છે જો કે, હજુ સુધી તે ગુનામાં કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવેલ નથી. જેથી તાત્કાલિક તમામની ધરપકડ કરવાની તેવી માંગ કરી છે.




Latest News