મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીમાં લઘુશંકા કરવા માટે થઈને ગયેલ યુવાનનું માથું ખાનગી બસના પાછળના ઝોટામાં આવી જતા ઘટના સ્થળે જ મોત: 4 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી


SHARE







મોરબીમાં લઘુશંકા કરવા માટે થઈને ગયેલ યુવાનનું માથું ખાનગી બસના પાછળના ઝોટામાં આવી જતા ઘટના સ્થળે જ મોત: 4 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડથી મંગલ ભુવન તરફ જવાના રસ્તા ઉપર ટ્રેડ સેન્ટરની સામેના ભાગમાં કબ્રસ્તાનની દીવાલ પાસે ખાનગી બસ પાર્ક કરીને મૂકવામાં આવી હતી તે બસ પાસે યુવાને લઘુ શંકા કરવા માટે થઈને ગયો હતો દરમિયાન બસના ચાલકે પોતાની બસને હંકારતા યુવાનોનું માથું બસના પાછળના જોટામાં આવી ગયું હતું જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના કૌટુંબિક ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બસના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ નેપાળના રહેવાસી અને હાલમાં મોરબીના બેલા ગામ નજીક આવેલ વિન આર્ટ પેકેજીંગ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને ત્યાં કામ કરતા ચંદન જગત બડુવાલ (33) એ હાલમાં આઇસર બસ નંબર જીજે 3 બી ઝેડ 5436 ના ચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે આરોપીએ મોરબીમાં રેલવે સ્ટેશન રોડ ઉપર થી મંગલ ભુવન તરફ જવાના રસ્તા ઉપર આવેલ ટ્રેડ સેન્ટર એપાર્ટમેન્ટની સામેના ભાગમાં કબ્રસ્તાનની દીવાલ પાસે પોતાની બસ પાર્ક કરીને મૂકી હતી અને કબ્રસ્તાનની દિવાલ તથા બસની વચ્ચે જે જગ્યા હતી ત્યાં ફરિયાદીના કૌટુંબિક ભાઈ ગોપાલભાઈ બડુવાલ (36) લઘુ શંકા કરવા માટે ગયા હતા ત્યારે બસના ચાલકે પોતાની બસ આજુબાજુમાં કે આગળ પાછળ જોયા વગર હંકારી હતી અને ત્યારે બસના પાછળના ટાયરના જોટામાં ગોપાલભાઈ આવી ગયા હતા અને તેના માથા ઉપરથી બસના તોતિંગ ટાયર ફરી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત કરીને બસનો ચાલક પોતાના હવાલા વાળી બસ સ્થળ ઉપરથી લઈને નાસી ગયેલ હોય હાલમાં મૃતક યુવાનના કૌટુંબિક ભાઈની ફરિયાદ લઈને પોલીસે બસના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરીએ છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે અને તેના સંતાનો તથા પત્ની વતનમાં રહેતા હોય હાલમાં તે મોરબીના બેલા ગામ પાસે આવેલ વિન આર્ટ કારખાનામાં રહીને મજૂરી કામ કરતો હતો દરમિયાન અકસ્માતનો બનાવ બનતા 4 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે






Latest News