મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા


SHARE







લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા

વર્લ્ડમા ફેલાયેલ સૌથી મોટી એનજીઓ લાયન્સ ઇન્ટરનેશનલની મોરબી ખાતેની સૌથી મોટી એનજીઓ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગનો શાપથવિધિ સમારંભ "સમર્પણ" તાજેતરમાં યોજાયો હતો અને મોરબીમાં આવેલ હરભોલે બેન્કવેટ હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે ડિસ્ટ્રિક્ટ પ્રદીપભાઈ ભુવા, ઇન્ડક્શન ઓફિસર તરીકે ધીરજલાલ આદ્રોજા, ચીફ ગેસ્ટમા પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ચંદ્રકાન્તભાઈ દફતરી, જીએમએ કોઓરડીનેટર તુષારભાઈ દફતરી તેમજ મોરબી મહાનગરપાલિકાના દંડક લાયન જયેશભાઇ દેસાઈ તેમજ ગેસ્ટ ઓફ હોનર તરીકે કુતુબભાઈ ગોરૈયા, ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ લિઓ દીપભાઈ મણિયાર ઉપસ્થિત રહ્યા હતા અને વર્ષ 2026-27 ના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા, સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા, ટ્રેઝરર તરીકે જશવંતભાઈ મીરાણીએ શપથ લીધા હતા અને ગયા વર્ષના પ્રેસિડન્ટ દિનેશ વિડજાએ તેઓના સમયમાં કરવામાં આવેલા સેવાકીય કાર્યોની માહિતી આપી હતી. ત્યારબાદ ગયા વર્ષે થયેલ ઉત્તમ સેવાકીય કાર્યોને દિનેશભાઇ વિડજા દ્વારા એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા અને નવા નિયુક્ત પ્રમુખ દ્વારા આવતા વર્ષ દરમયાન પણ ક્લબ દ્વારા ચલવામાં આવતા સેવાકીય કાર્યોને આગળ વધારમાં આવશે તેવી ખાત્રી આપવામાં આવી હતી અને અંતમાં આભાર વિધિ સેક્રેટરી અલ્પેશભાઈ પુજારા દ્વારા કરવામાં આવી હતી.






Latest News