સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન


SHARE





મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન

મોરબીમાં વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ (રામકો) દ્વારા દશાબ્દી નિમિત્તે તા. ૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ સુધી ત્રણ દિવસીય શ્રી કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અને આ કથા દરરોજ રાત્રે ૮:૩૦ વાગ્યે ઉમા હોલશિવ મંદિર સામેરવાપરમોરબી ખાતે યોજાશે.

આ કથાના વક્તા દર્શનાચાર્ય આચાર્ય અજયજી આર્ય દ્વારા શ્રીકૃષ્ણના દિવ્ય જીવનચરિત્રભગવદ્ ગીતાધર્મકર્તવ્યજીવનમૂલ્યો તેમજ આધુનિક જીવનમાં આવતી વિવિધ સમસ્યાઓના વૈદિક ઉકેલો અંગે સરળ અને જીવનોપયોગી માર્ગદર્શન આપવામાં આવશે. આ કથા દ્વારા સામાજિકપારિવારિકઆધ્યાત્મિક અને રાષ્ટ્રીય જીવનમાં શ્રીકૃષ્ણના આદર્શોને જીવનમાં કેવી રીતે ઉતારી શકાય તે અંગે પ્રેરણાદાયી વિચાર રજૂ કરવામાં આવશે. વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ છેલ્લા દસ વર્ષથી મોરબીમાં નિયમિત વૈદિક યજ્ઞોનું આયોજન કરી વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસારનું કાર્ય કરી રહી છે. આ સંસ્થાના દશાબ્દી વર્ષ નિમિત્તે આયોજિત આ શ્રી કૃષ્ણ કથા સમગ્ર સમાજ માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રેરણાનું કેન્દ્ર બનશે. જેથી મોરબી શહેર તથા આસપાસના તમામ ધર્મપ્રેમી નાગરિકોને પરિવારજનો અને મિત્રો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાનો લાભ લેવા આયોજક સંસ્થા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે.




Latest News