સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન


SHARE





મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન

મોરબીમાં શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર પ્રેરિત શ્રી ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ દ્વારા છેલ્લા 36 વર્ષથી દર બે માસે યોજાતા ફ્રી "કેન્સર નિદાન કેમ્પ" માં મુંબઈના વિખ્યાત કેન્સર સર્જન અને મોરબીના પનોતા પુત્ર ડો.વિક્રમભાઈ સંઘવી દ્વારા 200 કેન્સર નિદાન કેમ્પ થાય છે ત્યારે તાજેતરમાં તેઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જ્ઞાતિના પ્રમુખ ભાવેશભાઈ વી. શાહ, મુખ્ય અતિથિ તરીકે રાજયના મંત્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ કિશોરભાઈ મહેતા, પલ્લવીબેન શેઠ (દુબઈ), ચેતનભાઇ એસ. સંઘવી (મુંબઈ) તથા અતિથિ વિશેષ તરીકે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, દંડક જયેશભાઈ દેસાઈ તેમજ જૈન સમાજના અગ્રણી ભુપતભાઈ સી. દોશી, ગુણવંતીબેન એમ. શાહ અને જ્ઞાતિના પૂર્વ પ્રમુખ જયેશભાઈ સી. શાહ હાજર રહ્યા હતા. આ તકે સંસ્થા તરફથી તેમજ મોરબીની જુદી જુદી સંસ્થાઓ, જ્ઞાતિઓ તથા વિવિધ જૈન સંઘો દ્વારા ડો. વિક્રમભાઈ સંઘવી તથા પરિવારનું બહુમાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય દાતા તરીકે દુર્ગાશંકર છબીલદાસ મહેતા પરિવાર, મોરબી- રાજકોટ તેમજ સ્વ.શાંતાબેન ઉમિયાશંકર દોશી, સ્વ.સરોજબેન પ્રફુલભાઈ દોશી, સ્વ. રેશમાબેન પ્રફુલભાઈ, સ્વ‌. દેવેન્દ્રભાઈ ભુપેન્દ્રભાઈ મહેતા-બાદનપરએ લાભ લીધેલ હતો આ કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી ભાવેશભાઈ દોશી દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News