વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપાડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપાડતા મોત નીપજ્યું મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત, મોરબીમાં આંચકી ઉપાડતા સારવારમાં ખસેડાયેલ આધેડ મહિલાનું મોત મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

સુરત ખાતે યોજાયેલ વિહિપની બેઠકમાં મોરબી સહિત સૌરાષ્ટ્ર પ્રાંતના હોદેદારો હાજર રહ્યા


SHARE







સુરત ખાતે યોજાયેલ વિહિપની બેઠકમાં મોરબી સહિત સૌરાષ્ટ્ર પ્રાંતના હોદેદારો હાજર રહ્યા

વિશ્વ હિન્દુ પરિષદ પ્રચાર પ્રસાર આયામની અખિલ ભારતીય બેઠકનુ સુરતમાં આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારજી, અખિલ ભારતીય સંયુકત મહામંત્રી તેમજ પ્રચાર પ્રસાર આયામના પાલક ડૉ. સુરેન્દ્રજી જૈન, અખિલ ભારતીય પ્રચાર પ્રસાર પ્રમુખ વિજય શંકર તિવારીજી, અખિલ ભારતીય સોશિયલ મીડિયા પ્રમુખ રાકેશ પાંડેજી તથા પ્રચાર પ્રસાર કેન્દ્રીય ટોલીના સદસ્યોની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન થયું હતુ જેમાં ભારતભરમાંથી તમામ ક્ષેત્ર અને પ્રાંતના કાર્યકર્તાની ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમા સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રસાર પ્રમુખ ભાવિકભાઈ ભટ્ટ, સહ પ્રમુખ ભાસ્કરભાઈ મકવાણા, સૌરાષ્ટ્ર પ્રાંત સહ વિશેષ સંપર્ક પ્રમુખ હિરેનભાઈ રૂપારેલીયા, પ્રચાર પ્રસાર ટોળી સદસ્ય પરાગભાઈ તન્ના, હિરેનભાઈ પાંડે, મોરબી જિલ્લા પ્રચાર પ્રસાર પ્રમુખ ધ્રુમનભાઈ રાઠોડ, માતાના મઢ જિલ્લા પ્રચાર પ્રસાર પ્રમુખ હિરેનભાઈ ભાનુશાળીની સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી ઉપસ્થિત રહ્યા હતા






Latest News