સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મયુરનગર અને ટીકર પાસેના તૂટી ગયેલા કોઝવેનું તાત્કાલિક રિપેરિંગ કામ પૂર્ણ


SHARE





મોરબી જીલ્લામાં મયુરનગર અને ટીકર પાસેના તૂટી ગયેલા કોઝવેનું તાત્કાલિક રિપેરિંગ કામ પૂર્ણ

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે કોઝવે વરસાદના લીધે તૂટી ગયા હતા તેને રીપેર કરવા માટેનુ કામ ત્વરિત શરૂ કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક મયુરનગર કોઝવે અને ટીકર ગામ પાસેના કોઝવેને રીપેર કરીને પૂર્વવત કરી દેવામાં આવેલ છે. જેથી આ બંને કોઝ વે ઉપરથી વાહનવ્યવહાર ફરી શરૂ થઈ ગયો છે.

ચોમાસાની ઋતુમાં નાગરિકોની સુવિધા અને માર્ગ સંપર્ક જળવાઈ રહે તે માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર "ઝીરો ડિલે"ના અભિગમ સાથે કાર્યરત છે. મયુરનગર કોઝવે પર પાણીના પ્રવાહના કારણે થયેલા નુકસાન બાદ, માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું અને સમારકામ પૂર્ણ કરીને તંત્ર દ્વારા ત્વરિત મયુરનગર કોઝવેને વાહન વ્યવહાર માટે પુનઃ ચાલુ કરી દેવામાં આવેલ છે. આવી જ રીતે મોરબી જિલ્લામાં ગ્રામ્ય સંપર્ક પૂર્વવત રાખવા માટે વહીવટી તંત્ર સતત સક્રિયતા દાખવી રહ્યું છે. જેના ભાગરૂપે હળવદ તાલુકામાં આવેલા ટીકર કોઝવે પર ચોમાસાના કારણે તૂટી ગયો હતો ત્યાર બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક મરામત કરીને રોડને ચાલુ કરવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, કોઝવેનું સમારકામ હાથ ધરાયા બાદ રસ્તો વાહનોની અવરજવર માટે સંપૂર્ણ સુરક્ષિત જણાતાં તંત્ર દ્વારા વાહનવ્યવહાર પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે. ટીકર કોઝવે ચાલુ થવાના કારણે ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનો સહિતનાનો વાહનવ્યવહાર ફરી શરૂ થઈ શક્યો છે.




Latest News