વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપાડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપાડતા મોત નીપજ્યું મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત, મોરબીમાં આંચકી ઉપાડતા સારવારમાં ખસેડાયેલ આધેડ મહિલાનું મોત મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત


SHARE







મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત

મોરબીના પીપળી અને બેલા ગામ વચ્ચે આવેલ સીરામીક કારખાનાની અંદર રહેતો અને મજૂરી કામ કરતો યુવાન ત્યાં કામ કરી રહ્યો હતો દરમિયાન ગરમ પાણીની કુંડીમાં તે કોઈ કારણસર પડી ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહ પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા જ્યારે મોરબીના ચામુડાનગરમાં રહેતા યુવાનને બીમારી સબબ રાજકોટ ખાતે સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી અને બેલા વચ્ચે અંકિત સિલિકોન સીરામીક ખાતે રહેતો અને મજૂરી કામ કરતો હિવાકર સંતરામ (19) નામનો યુવાન કારખાનામાં ગઈકાલે બપોરના 12:00 વાગ્યાના અરસામાં કામ કરી રહ્યો હતો ત્યારે કોઈક કારણોસર ગરમ પાણીની કુંડીમા તે પડી ગયો હતો જેથી તે યુવાનનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે જ્યારે મોરબીના ચામુડાનગર વિસ્તારમાં રહેતા કિરણકુમાર ખેંગારભાઈ મકવાણા (32) નામના યુવાનને બીમારી સબરાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પિતા ખેંગારભાઈ મોતીભાઈ મકવાણા (55) રહે. ચામુંડાનગર વાળા એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ કરી હતી






Latest News