વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપાડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપાડતા મોત નીપજ્યું મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત, મોરબીમાં આંચકી ઉપાડતા સારવારમાં ખસેડાયેલ આધેડ મહિલાનું મોત મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે


SHARE







મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે

મોરબી જિલ્લા એસઓજીની ટિમે થોડા દિવસો પહેલા પેટ્રોલીંગ દરમિયાન મોરબીના વજેપરમાં રહેતા દાઉદભાઈ કુરેશીના મકાનમાં ગાંજાનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરતા સ્થળ ઉપરથી ૧.૯૯૨ કિલો ગાંજાનો જથ્થો જેની કિંમત ૯૯,૬૦૦ તથા હાઇબ્રીડ ગાંજો ૧૧.૩૭ ગ્રામ જેની કિંમત ૩૮,૬૨૯ મળી આવ્યો હતો.ગાંજાનો આ જથ્થો તેણે રાજકોટના ગામિત નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ગાંજાનો જથ્થો તથા મોબાઈલ ફોન ઇલેક્ટ્રીક વજન કાંટો અન્ય વસ્તુઓ મળીને કુલ ૧,૪૫, ૫૪૯ ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરીને દાઉદભાઈ અબ્બાસભાઈ કુરેશી (૨૭) રહે. સાયન્ટીફિક વાડી રોડ વજેપર શેરી નંબર-૨૩ મોરબીની ધરપકડ કરી હતી.અને એ ડિવિઝન પોલીસે ત્યાર બાદ મોહસીન જાનમામદ લંજાની ધરપકડ કરી હતી.તપાસ આગળ લંબાવતા હાલમાં રાજકોટના આદિલ ઇકબાલ શેખ સિપાઇ (૨૮) રહે.મકાન નંબર-૫૨ કલાવપાર્ક સોસાયટી નાગલપર ગામ જી.રાજકોટ હાલ રહે.લાખાજીરાજ સોસાયટી રાજકોટની ગત તા.૨૧-૭ ના રાતના નવેક વાગ્યે ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરી કોર્ટના હુકમ મુજબ તેને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મજૂર યુવાન સારવારમાં

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ આલ્ફા વિટ્રીફાઇડ નામના કારખાનામાં કામ દરમિયાન વજનદાર વસ્તુ માથા ઉપર પડી હતી.જેથી કરીને જીતેનભાઈ કૈલાશભાઈ પાવરા નામના મજૂર યુવાનને ઇજઓ થઈ હતી.જેથી મોરબીની ખાનગી હોસ્પિટલએ લઈ જવાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે હાલ રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવેલ છે.જ્યારે મોરબીના ખાખરેચી દરવાજા પાસે રહેતા સિકંદર હનિફશા ફકીર (૨૯) નામના યુવાનને સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.તે તા.૨૪-૭ ના સવારે ૧૧ વગ્યાના અરસામાં કલર કામ કરતો હતો.ત્યારે તેનો હાથ પંખાને અડી જતા ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો.જેથી તેને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા જાવેદ અબ્દુલભાઈ જુણેજા નામના ૩૬ વર્ષના યુવાને રાત્રિના આઠેક વાગ્યે પંચાસર રોડ ઉપર આવેલ ખ્વાજા પેલેસ નજીક કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લીધું હતું.જેથી તેને સારવાર માટે અહિંની સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના આર.આર.મિયાત્રા દ્વારા નોંધ કરીને કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના માધાપરા વિસ્તારમાં રહેતા પરિવારની મિતલબેન ગોવિંદભાઈ ડાભી નામની ૨૬ વર્ષની મહિલા ઘરે ઇસ્ત્રી કામ કરતા હતા.તે દરમિયાન તેણીને શોર્ટ લાગતા તેઓને સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યા હતા.    #morbi #મોરબી  






Latest News