મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ


SHARE







વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ

વાંકાનેર તાલુકાના ઢુવા ગામે મકાનના તાળા તોડીને ત્યાંથી તાંબા પિતળના વાસણોની ચોરી કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે હાલમાં મહિલાએ તેના દિયરની સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 70 હજાર રૂપિયાની કિંમતના તાંબા પિત્તળના વાસણોની ચોરી થઈ હોવાનો ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ ઢુવા ગામના રહેવાસી અને હાલમાં અમદાવાદ ખાતે દિલ્હી વાળી ફ્રુટ માર્કેટ શહેર કોટડા વિસ્તારમાં રહેતા મીનાબેન હદાભાઈ સાગઠીયાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં તેના દિયર દીપકભાઈ બાલાભાઈ સાગઠીયા રહે. ઢુવા વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ગત તા 25/2/2026 ના સવારે 7:00 વાગ્યાથી લઈને તા 30/3/26 નામ સવારના 11:00 વાગ્યા સુધીના કોઈપણ સમયે ફરિયાદીના દિયર દ્વારા ઢુવા ગામે તેઓના મકાનનું લોક તોડીને ત્યાં ગેરકાયદેસર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી તાંબા પીતળના વાસણો જેની કુલ કિંમત 70 હજાર રૂપિયા થાય છે તેની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં મહિલાએ નોંધાયેલ ફરિયાદારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બીમારી સબબ સારવારમાં મહિલાનું મોત

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા ગીતાબેન જીતેન્દ્રભાઈ વરાણીયા (42)ને બીમારી સબબ સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને જૂની બીમારીના કારણે બીમારી સબબ તેઓનું મોત નીપજ્યું હતું આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News