ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા


SHARE







મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા

મોરબીના જેતપર ગામે હાલમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યાં ગુરુવારે મહેન્દ્રનગર ગામથી ખેડૂતો અને મહિલાઓ પહોંચ્યા હતા અને ત્યાં 7 ખેડૂતો અને 11 બહેનો દ્વારા પ્રતિક ઉપવાસ આજે કરવામાં આવી રહ્યા છે તેની સાથોસાથ ત્યાં મહિલાઓ અને કિન્નરો દ્વારા આજે સરકાર અને અદાણી વિરુદ્ધ છાજીયા લેવામાં આવ્યા હતા અને ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર ખાનગી વીજ કંપનીના જે વીજપોલ ઉભા કરવામાં આવી રહ્યા છે તેની સામે જે વળતરની માંગ કરવામાં આવી રહી છે તે વળતર આપીને ખેડૂતોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર ખાનગી વીજ કંપનીની વીજ લાઈનો પસાર થાય છે તેના વીજપોલ ઊભા કરવા માટેની કામગીરી ચાલી રહી છે જેનો ઠેર ઠેર ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ કે તેઓના ખેતરની અંદર વીજ પોલ ઉભા થવાના કારણે ખેતીની જમીનની કિંમત ઘટી જાય છે તે ઉપરાંત તેઓ ઉપર આજીવન જીવનું જોખમ પણ રહેતું હોય છે જેથી કરીને ખેડૂતો દ્વારા તેમને ખાનગી વીજ કંપની તરફથી પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગ કરવા આવે છે જોકે, આ માંગની સામે સરકાર દ્વારા ગત તા 4/7/2026 ના રોજ નવી વળતર નીતિનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ તેની સામે જેતપર ગામની ખેડૂત આંદોલન સમિતિ દ્વારા વિરોધ વ્યક્ત કરીને આંદોલન પાર્ટ 3 શરૂ કરવામાં આવ્યું છે

અગાઉ મોરબીની મહેન્દ્રનગર ચોકડી થી કલેકટર કચેરી સુધીની ખેડૂતની પદયાત્રા યોજીને 365 ગ્રામ પંચાયતના લેટરપેડ સાથે ખેડૂતનો નવી વળતર નીતિનો પરિપત્ર મંજૂર નથી તે પ્રકારનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ખેડૂતોએ પૂરતા વળતર માટે સરકારને ત્રણ વિકલ્પ આપ્યા હતા અને તે પૈકી કોઇપણ એક રીતે વળતર આપવામાં આવે તો ખેડૂતો ને પૂરતું વળતર મળી શકે તેમ છે પરંતુ તે માંગણીઓને હજુ સુધી સ્વીકારવામાં આવી નથી જેથી જેતપર ગામે ખેડૂત આંદોલનની છાવણી હજુ પણ ચાલુ છે અને સત્યાગ્રહ છાવણી ખાતે ગુરુવારે મોરબીના મહેન્દ્રનગર ગામેથી ખેડૂતોને મહિલાઓ પહોંચ્યા હતા અને ત્યાં 7 ખેડૂતો અને 11 બહેનો દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા છે અને આંદોલનના સમર્થનમાં 500 જેટલા મહિલા અને ખેડૂતો ત્યાં હાજર છે. આ તકે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ અને કિન્નરો દ્વારા સરકાર અને અદાણીના છાજીયા લેવામાં આવ્યા હતા અને ખેડૂતો દ્વારા જે વળતરની માંગ કરવામાં આવે છે તે વળતર તેઓને આપીને ખેડૂતોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરાઈ છે




Latest News