મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું


SHARE







અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું

કાળા અને સફેદ રંગનું મિશ્રણ ધરાવતૂં શરીર અને પાંખોમાં સફેદ ધાબા ,લાંબી કાળી પૂંછડીનો છેડો સફેદ, માથે કલગી જેવા વાળ એ ચાતક પક્ષીની ઓળખ.લાંબી પાંખને કારણે નાનાં બાંધાનું આ પંખી સરેરાશ 12 ઇંચ જેટલી લંબાઈ ધરાવે છે.સામાન્ય રીતે ગુજરાતમાં વર્ષાઋતુ પ્રારંભે આફ્રિકા અને ભારતનાં અન્ય ભાગમાંથી આવી ચડતુ આ પક્ષી છેલ્લા થોડા વર્ષોથી ભાગ્યે જ જોવા મળે છે.ચાતક પક્ષીની કેટલીક ખાસિયતો છે જેમ કે એ એક માત્ર એવુ પક્ષી છે કે જે ફક્ત આકાશમાંથી પડતા વરસાદના ટીપા જ સીધા ઊંચી ચાંચ કરીને જીલીને પીવે છે, આ પક્ષી ક્યારેય નદી તળાવ કે અન્ય કોઈ પણ જગ્યાએ પાણી પીતું જ નથી.

એ જ રીતે એ પોતાના બચ્ચાને પોષવા ઉછેરવા માટે માળો બનાવતું નથી, એના માટે એ લેલા, દરજીડા કે ફૂત્કી પક્ષીઓના માળા પસંદ કરે છે. બચ્ચાનાં ઉછેર માટે બીજા ઉપર આધાર રાખતા આ પ્રકારના પંખીઓને 'પરભ્રુત' કક્ષાનાં પંખી ક્હેવાય છે.પોતાની તરસ છીપાવવા ચોમાસાનાં પ્રથમ વરસાદની આતુરતાપૂર્વક રાહ જુએ અને માત્ર આ વરસાદી પાણી જ પીવે છે એના ઉપરથી આપણે ત્યાં જેને મળવાની રાહ હોય તેના માટે કહેવત પણ છે 'ચાતક નજરે (ડોળે) રાહ જોવી '.કોકિલ કુલનું આ પંખી 'પિહુ પિહુ' એવો અવાજ કરતું હોય એ 'પપીહા' નામે તો  આપણે ત્યાં ગુજરાતમાં 'મોતીડો' એવા નામે પણ ઓળખાય છે.તસ્વીરમાં જોઈ શકાય છે તેમ તાજેતરમા આ પક્ષી મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં એલ.ઈ.કોલેજ પાસે અજ્ઞેશ્વર મંદિર પાસે પર્યાવરણ મિત્ર જીતુભાઇ ઠક્કરને જોવા મળ્યું હતું






Latest News