મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા


SHARE







મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા નજીકથી એસટીની બસ પસાર થઈ હતી ત્યારે આગળ જતાં ટ્રકની પાછળના ભાગમાં બસ અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં બસની અંદર બેઠેલા પિતા અને પુત્રને ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલા પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાં આવેલ મોચી શેરી ખાતે રહેતા ચેતન ભગવાનજીભાઈ સોલંકી (55) અને જીગ્નેશ ચેતનભાઇ સોલંકી (20) નામના પિતા પુત્ર મોરબીથી મુન્દ્રા તરફ જતી એસટીની બસમાં બેઠા હતા અને એસટીની બસ મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે રોડ ઉપર આગળના ભાગે જઈ રહેલા ટ્રકની પાછળના ભાગમાં એસટીની બસ અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ચેતનભાઇ અને તેના દીકરા જીગ્નેશને ઇજાઓ થઇ હતી જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જેથી આ બનાવની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને હાલમાં આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે

ઝેરી જનાવર કરડી ગયું

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા અજયભાઈ સુડાભાઈ પ્રજાપતિ (30) નામના યુવાનને કોઈ ઝેરી જનાવર કરડી ગયું હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

સાપ કરડી ગયો

મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર આવેલ પવનસુત એપાર્ટમેન્ટમાં રહેતા અલ્પેશભાઈ ભીમાભાઇ મંદકીયા (41) નામના યુવાનને સાપ કરડી ગયો હતો જેથી તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ પવનસુપ્રોવિઝનની પાસે રહેતા પરમાર જગદીશભાઈ નાનજીભાઈ (45) નામનો યુવાન કાર લઈને ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ પોલો સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે કારને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરી હતી

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે આવેલ સ્વામિનારાયણ નગરમાં રહેતા પરસોત્તમભાઈ પ્રભુભાઈ ભોજવિયા (63) નામના વૃદ્ધ રિક્ષામાં બેસીને ગામ પાસે આવેલ ફાટક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો તે બનાવમાં ઈજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

આધેડ સારવારમાં

રાજકોટના બેડી નજીક રહેતા વેલજીભાઈ પોપટભાઈ બાબરીયા (55) નામના આધેડ ટંકારા નજીક ગોડાઉન પાસે પડી ગયા હતા જેથી તેને ઈજા પામેલ હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News