મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ


SHARE







મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ

મોરબીના વાંકાનેર હાઉવે ઉપર આવેલા લાલપર ગામે રહેતો યુવાન ઘરેથી કોઇને કંઇ કહ્યા વગર ગુમ થઈ ગયો હોય આ બાબતે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવેલ છે.જેથી પોલીસે શોધખોળ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં મેહુલભાઈ કમલેશભાઈ જેતરીયા પટેલ (૨૯) રહે.હાલ નાની વાવડી હનુમાન શેરી તા.મોરબી મૂળ રહે.લાલપર તા.જી. મોરબી વાળાએ જાહેર કર્યું હતું કે, લાલપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં આંગણવાડીની પાસે રહેતા શૈલેષભાઈ અવચરભાઈ જેતરીયા પટેલ (૪૮) નામનો યુવાન ગત તા.૧૧-૭ ના રોજ સવારે ૯:૩૦ વાગ્યાથી ઘરે કોઈને કંઈપણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે.શોધખોળ કરવા છતા શૈલેષભાઇનો પત્તો લાગ્યો નથી.છેવટે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવેલી હોવાથી તાલુકા પોલીસ મથક ખાતે ગુમનોંધ દાખલ કરવામાં આવી છે.જેની તપાસ સ્ટાફના વિજયભાઈ મિયાત્રા ચલાવી રહ્યા છે.આ બાબતે કોઈનો કંઈ જાણકારી હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અથવા તપાસ અધિકારી વિજયભાઈ મિયાત્રાનો સંપર્ક કરવા જણાવાયેલ છે.

મારામારીમાં ઇજા

હળવદના ભવાનીનગર વિસ્તારમાં રહેતા રમેશભાઈ માવજીભાઈ દેવીપુજક નામના યુવાનને ત્યાં મારામારીના બનાવ ઇજા થયેલી હોય સારવાર માટે અહિંની સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના દરબારગઢ પાસે રહેતા ખીમજીભાઇ મોમૈયાભાઈ મકવાણા નામના ૭૦ વર્ષના વૃદ્ધને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.પોલીસ દ્રારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા કલ્પેશભાઈ સુરેશભાઈ સોલંકી નામનો ૩૨ વર્ષનો યુવાન મારામારીના બનાવમાં ઇજા પામ્યો હતો.

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના નાનીવાવડી ગામે ગાયત્રી સોસાયટીમાં રહેતા રાજેશભાઈ માણસુરભાઈ ગજીયા(૩૫) ને ગામ પાસે આવેલા કબીર આશ્રમ નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજા થયેલ હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના શનાળા બાયપાસ ગુલાબનગર વિસ્તારમાં રહેતા લલીતાબેન પ્રભુભાઈ કાચા નામના મહિલા કોઈ કારણસક ઘંઉમાં નાંખવાના ટીકડા ખાઈ ગયા હોય તેઓના અત્રેની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા તેમ પોલીસ દ્વારા જણાવાયેલ છે.તેમજ મોરબીના પંચાસર રોડ ગીતા મિલ નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજા પામેલા અજયભાઈ ડાયાભાઈ રાઠોડ (૨૩) રહે.ભડીયાદ કાંટા પાસે સામાકાંઠે મોરબી-૨ ને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

દારૂ સાથે પકડાયો

મોરબીના નવાડેલા રોડ પાસેથી નીકળેલા સલમાન ઇબ્રાહીમ પઠાણ સિપાઈ (૩૦) રહે.લાતી પ્લોટની જડતી લેવાતા તેની પાસેથી એક બોટલ નાનું ચપલું મળી આવતા રૂા.૧૨૦ ની કિંમતના દારૂ સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી.






Latest News