મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ


SHARE





મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતી યુવતી કેટરર્સમાં કામે જતી હોય કામે જવાનું કહીને ઘરેથી નીકળી હતી અને બાદમાં ઘરે પરત આવેલ ન હોય બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલ છે.

મોરબીના વીસીપરા ચાર ગોડાઉન પાસે આવેલ ગુલાબનગર વિસ્તારમાં રહેતા સલમાબેન હુસેનભાઇ સુમરા સંધિ નામના ૫૦ વર્ષીય મહિલાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાહેર કર્યું હતું કે તેમની દીકરી રેશમાબેન ઉર્ફે ભૂરી હુસેનભાઇ સુમરા (૨૬) રહે.ગુલાબનગર વાળી તા.૧૮-૭ ના વહેલી સવારે પાંચેક વાગ્યે ઘરેથી રસોડા કામ માટે "જરૂબેન સાથે જાવ છું." તેમ કહીને ઘરેથી નીકળેલ હતી.બાદમાં ઘરે પરત ફરેલ નથી.ઘરમેળે શોધખોળ કરવા છતાં તેણીનો પતો લાગ્યો ન હોય હાલ પોલીસમાં જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના એમ.પી.ચાવડા દ્વારા આ બાબતે નોંધ કરીને ગુમ થયેલ યુવતીની શોધખોળ શરૂ કરી છે.

યુવાન સારવારમાં

મોરબીના વાવડી રોડ શ્રીજી પાર્ક વિસ્તાર નજીક મારામારીના બનાવમાં ઇજા પામેલા સીદીક ગફારભાઈ ખોલેરા (૨૧) રહે.કુબેરનાથ રોડ મોરબીને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના લીલાપર રોડ ચારમાળીયામાં રહેતા રતિલાલ ધીકમભાઈ મારવાડી નામના ૪૦ વર્ષના યુવાનને પણ મારામારીમાં ઇજા થયેલ હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેમજ મોરબીની એલી કોલેજના ગ્રાઉન્ડ પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ ધનજીભાઈ શંકરભાઈ વઢિયારા (૫૨) રહે.હાલ પાડાપુલ નીચે મચ્છુ નદીના પટમાં ને ઇજા થઈ હોય સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઈજા

મોરબીના મકનસર ગામે રહેતા રૂસ્તમભાઈ યુનુસભાઈ ખલીફા નામનો ૩૦ વર્ષનો યુવાન મકનસર ગામ નજીક આવેલ તુલસી પેટ્રોલ પંપ પાસે હતો ત્યાં ઝઘડો થતાં મારામારીના બનાવમાં ઈજા પામ્યો હોય સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલા ખેવાડિયા ગામે રમેશભાઈની વાડીએ રહી મજૂરી કામ કરતા પરિવારની કરિશ્માબેન માનસિંગભાઈ બામણીયા નામની ૧૩ વર્ષની બાળકી વાડીએ દવા પી ગઈ હતી.જેથી સિવિલે સારવાર માટે લાવવામાં આવેલ.બનાવની જાણ થતા તાલુકા પોલીસ દ્રારા તપાસ કરવામાં આવી હતી.જેમાં સામે આવ્યુ હતુ કે માતાએ કામ બાબતે ઠપકો દેતા કરિશ્માબેને ઉપરોક્ત પગલું ભરી લીધુ હતું.

મહિલા સારવારમાં

હળવદ રોડ ઉપર આવેલ ઘુંટુ ગામે રહેતા અંજનાબેન ભુપતભાઈ ગોસ્વામી નામના ૩૫ વર્ષીય મહિલાને વાડીએ ઝેરી જનાવર કરડી જતા અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે માળીયા હાઇવે ઉપર સોખડા ગામના પાટીયા પાસે ટ્રક નંબર જીજે ૧૨ બીઝેડ ૩૮૦૧ માં આગ લાગી દયેલ હતી.આ બાબતે ગુલાબભાઈ હુસેનભાઇ રાયમા (૪૩) રહે.સબરી તા.રાપર (કચ્છ) એ મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરી હતી.જેથી પોલીસ દ્વારા એફએસએલ સહીતની બાબતોની રાબેતા મુજબ તપાસ કરવામાં આવી હતી.




Latest News