મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે


SHARE







મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ રવિરાજ ચોકડી નજીકથી પસાર થઈ રહેલ બોલેરો ગાડીને રોકીને ગૌરક્ષકો દ્વારા પોલીસની હાજરીમાં ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી 15 ઘેટા બકરા મળી આવ્યા હતા અને વાહનમાં ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખ્યા વગર તેને લઈ જવામાં આવતા હોય હાલમાં ગૌરક્ષક દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 3 શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે બોલેરો ગાડી સાથે બે શખ્સને પકડીને 5.45 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને અંજારના શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં દરબાર ગઢ પાસે આવેલ વેરાઈ શેરી ખાતે રહેતા ધવલભાઇ કિશોરભાઈ વાગડીયા (28એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાહુલભાઈ વાલજીભાઈ વાઘેલા (24) અને વાલજીભાઈ સવજીભાઈ વાઘેલા (55) રહે. બંને શોભેશ્વર રોડ કુબેર ટોકીઝ પાછળ મફતિયાપરામાં મોરબી તથા હુસેનશા કાસમશા શેખ રહે.અંજાર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે,  મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસે રવિરાજ ચોકડી નજીકથી બોલેરો ગાડી નંબર જીજે 13 એએક્સ 7823 લઈને આરોપીઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે તે વાહનને પોલીસની મદદથી ગૌરક્ષકોએ રોકાવીને ચેક કયું હતું ત્યારે તેમાં 2 ઘેટા અને 13 બકરા આમ કુલ મળીને 15 અબોલજીવ મળી આવ્યા હતા અને વાહનમાં ઘાસચારો કે પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા રાખ્યા વગર બોલેરો ગાડીમાં અબોલજીવને લઈ જવામાં આવતા હતા જેથી અબોલજીવને ગૌરક્ષકોએ બચાવી લીધા હતા અને પોલીસે બોલેરો ગાડી સહિત કુલ મળીને 5,45,000  નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોને પકડીને તેની સામે કાર્યવાહી કરી હતી અને અંજારના શખ્સને પકડવા માટે થઈને તજવીજ હાથ ધરવામાં આવી છે

જુગાર રમતા બે પકડાયા
વાંકાનેરમાં આવેલ ગોકુલનગર સદગુરુ આશ્રમ વાળી શેરીમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી રવિભાઈ ઉર્ફે કાનો વિજયભાઈ કારીયા (31) રહે. ગોકુલનગર વાંકાનેર અને જગદીશભાઈ દિલીપભાઈ બાવળીયા (26) રહે. જીનપરા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસ 1060 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News