મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત


SHARE





મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત

મોરબી તાલુકામાં મામલતદાર કચેરીમાંથી ૭/૧૨ ના દાખલા નીકળેલ હોય તો જ બેંકો કે અન્ય વહીવટી કામમાં તેને માન્ય રાખવામા આવે છે જેથી કરીને ખેડૂતોને હેરાન થવું પડે છે ત્યારે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષ મંડળના પ્રમુખ દ્વારા ગ્રામ પંચાયતમાંથી તલાટી મંત્રી ૭/૧૨ ના દાખલા કાઢી આપે તેને માન્ય રાખવા માટે જરૂરી આદેશ કરવા કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષ મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ હાલમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી તાલુકા મામલતદાર કચેરી ખાતેથી ખેડૂતોને ૭/૧૨ ના દાખલા કાઢી આપવામાં આવે છે. જે દાખલાની બેંકમાં ધીરાણ કે અન્ય વહીવટી કામગીરીમાં કાયમી માટે જરૂરત રહે છે. મોરબી મામલતદાર કચેરીમાં એક જ કોમ્પ્યુટર છે અને બી.એસ.એન.એલ.ના ટાવરના કારણે સર્વર કાયમી ધીમુ ચાલે છે અને ક્યારેક ઠપ્પ થઈ જાય છે જેથી કરીને ખેડૂતોને હેરાન થવુ પડે છે આટલુ જ નહીં ખેડૂતોને ધીરાણ કે બેંકમાંથી લોન લેવા માટે  મામલતદાર કચેરીમાંથી ૭/૧૨ ના દાખલા આપવામાં આવે તેને જ માન્ય રાખવામા આવે છે તેના બદલે ગ્રામ પંચાયત કે અન્ય સરકારી ઓનલાઈન એપ્લીકેશનમાંથી દાખલા કઢાવેલ હોય તો તેને માન્ય રાખવામા આવતા નથી જેથી ગ્રામ પંચાયતના તલાટી મંત્રી સરકારી અધિકારી છે અને તેની સહી સાથે ૭/૧૨ ના દાખલા નીકળે તો તેને માન્ય રાખવામા વાંધો શું છે તેવો સવાલ ઉઠી રહ્યો છે ત્યારે ખેડૂતોને હેરાન થવું ન પડે તે માટે ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી દ્વારા ૭/૧૨ ના દાખલા કાઢી આપેલા હોય તેને માન્ય રાખવામાં આવે તેના માટે જરૂરી આદેશ કરવામાં આવે તો ખેડતોને મુશ્કેલીમાંથી રાહત મળશે તેની સાથો સાથ મામલતદાર કચેરીમાં કામનું ભારણ પણ ઘટશે. જેથી ખેડૂતોના હિતમાં વહેલી તકે નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી છે.




Latest News