મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ


SHARE





મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ

છેલ્લા 54 વર્ષથી મોરબી જિલ્લા રાજપૂત સમાજ જુલાઇ મહિનાના છેલ્લા રવિવારે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા 26 જુલાઈ ને રવિવારના રોજ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અધ્યક્ષ સ્થાને વાંકાનેરના મહારાજા અને રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા તેમજ રાજ્યના મંત્રી સહિતના સમાજના આગેવાનો સહિતના હાજર રહેશે.

મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા કેશવ બેન્કવેટ હોલ ખાતે આગામી રવિવારે બપોરે 3:00 કલાકે મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધો. 5 થી અનુસ્નાતક કક્ષા સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર સમાજના પ્રતિભાવંત મહાનુભાવોને સન્માનીત કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને વાંકાનેરના મહારાજા અને રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા તેમજ મુખ્ય મહેમાન તરીકે રાજ્ય મંત્રી સંજયસિંહજી વિજયસિંહજી મહિડા, રાજ્ય મંત્રી રિવાબા રવિન્દ્રસિંહજી જાડેજા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા અને પ્રધ્યુમનસિંહજી મહીપતસિંહજી જાડેજા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહજી (હકુભા) જાડેજા, પૂર્વ નાયબ સચિવ અશોકસિંહજી પરમાર અને રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હરદેવસિંહજી જાડેજા હાજર રહેશે. તેમજ અતિથિ વિશેષ તરીકે દિલુભા ઉદયસિંહજી જાડેજા, હિરેન્દ્રસિંહજી દેવેન્દ્રસિંહજી ઝાલા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ અધ્યક્ષ નિરૂભા બેચુભા ઝાલા, ઝાલાવાડ રાજપૂત સમાજ પ્રમુખ ડો. રૂદ્રસિંહજી ઝાલા, મોરબી નાયબ કલેક્ટર પ્રવિણસિંહજી જેતાવત તેમજ મોરબી ડીએસઓ હંસરાજસિંહજી ગોહિલ સહિતના અગ્રણીઓ હાજર રહેશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા તથા મહામંત્રી મહાવિરસિંહ એન. જાડેજા અને તેઓની ટિમ જહેમત ઉઠાવી રહી છે.




Latest News