મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન


SHARE







મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન

હાલમાં દિલ્હીના જંતર મંતર ખાતે કોકરોજ જનતા પાર્ટી દ્વારા પેપર લીક થવા મુદ્દે વિરોધ પ્રદર્શન અને આંદોલન કરવામાં આવી રહ્યું છે અને ત્યાં વિદ્યાર્થીઓએ ઉપર કરવામાં આવેલા લાઠીચાર્જ પછી હવે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા છે

દરમ્યાન મોરબીના નગર દરવાજા ચોકમાં વિદ્યાર્થીઓ દ્વારા બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો પણ જોડાયા હતા અને દેશના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે તેવી માંગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી અને સૂત્રોચાર કરવામાં આવ્યા હતા તેમજ વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવામાં આવે અને પેપર લીકના કૌભાંડમાં સંડોવાયેલા જે કોઈ શખ્સો હોય તેની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી આ તકે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓમાંથી પોલીસ દ્વારા સ્થળ ઉપરથી અમુક વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર હાજર રહેલા કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જેથી પોલીસે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનોને પણ ડિટેન કર્યા હતા. અને બધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.






Latest News