મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે


SHARE







મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે

મોરબીના ભડીયાદ કાંટા પાસે રહેતા શખ્સનાં ઘરની અંદર જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી એક મહિલા સહિત કુલ મળીને છ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 58,300 ની રોકડ સાથે આરોપીઓને પકડીને બી ડિવિઝન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના ભડીયાદ કાંટા પાસે આવેલ ડીલક્ષ પાન સામેના ભાગમાં રહેતા હિતેશભાઈ ત્રિવેદીના રહેણાંક મકાનની અંદર જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઘરધણી હિતેશભાઈ અતુલભાઇ ત્રિવેદી (28) તથા જતીનભાઈ દિનેશભાઈ ઝંઝવાડીયા (32) રહે જોધપર નદી, સાહિલભાઈ કરીમભાઈ નાથાણી (23) રહે. વીસીપરા મદીના સોસાયટી મોરબી, સિરાજભાઈ ઉર્ફે દુઃખી અમીરઅલીભાઈ પોપટિયા (37) રહે. સોઓરડી શેરી નંબર ૬ મોરબી, અરવિંદભાઈ ઉર્ફે ભૂરો અજુભાઈ સોમાણી (33) રહે. ભડીયાદ કાંટા પાસે મોરબી અને યાસ્મીન ઉર્ફે આરતી સંજયભાઈ અગેચાણીયા (35) રહે. યોગીનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 58,300 ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News