મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર


SHARE







મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર

​ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (GSCSC) મોરબી દ્વારા જિલ્લામાં સરકારી કામગીરીની પારદર્શિતા અને ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી એક અગત્યની જાહેર નિવિદા પ્રસિદ્ધ કરવામાં આવી છે. નિગમના ધારાધોરણ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે મોરબી અને વાંકનેર તાલુકા કક્ષાએ આવેલા ગોડાઉન ખાતે ઉપલબ્ધ ૧૨ થી ૫૦ ટનની ન્યૂનતમ વજન ક્ષમતા ધરાવતા વે-બ્રિજના કેલિબ્રેશન (રીપેરિંગ અને માપન) માટે GeM (ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ) પોર્ટલ મારફતે રીવર્સ ઈ-ઓક્શન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ જાહેર નિવિદા અન્વયે તોલમાપ વિભાગનું માન્ય રીપેરીંગ લાયસન્સ કે સર્ટીફીકેટ ધરાવતી ઈચ્છુક એજન્સીઓ અને સપ્લાયર્સો GeM પોર્ટલ મારફતે ઓનલાઈન ભાગ લઈ શકશે. આ ઈ-ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા માટેની છેલ્લી તારીખ ૨૮ જુલાઈ, ૨૦૨૬ નિયત કરવામાં આવી છે. કેલિબ્રેશનની આ તમામ કામગીરી જે તે તાલુકા કક્ષાના સરકારી ગોડાઉન ખાતે કરવાની રહેશે. ટેન્ડર ફોર્મ ડાઉનલોડ કરવા તેમજ નિયમો અને શરતો અંગેની વધુ વિગતો મેળવવા માટે સત્તાવાર વેબસાઈટ https://gem.gov.in નો સંપર્ક સાધવા નાયબ જિલ્લા મેનેજર (ગ્રેડ-૨), ગુ.રા.ના.પુ.નિ.લી. મોરબીની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન
મોરબી જિલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવાના હેતુથી મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા.૨૪/૦૭/૨૦૨૬ રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વાંકાનેરના આઈ.ટી.આઈ. ખાતે આયોજિત આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્થળ પર જ વિનામૂલ્યે પસંદગી પ્રક્રિયા હાથ ધરશે.






Latest News