મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે


SHARE







મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે

મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ગરીબી રેખા હેઠળ જીવતા ઘરવિહોણા પરિવારોને પોતાના સ્વપ્નનું પાકું ઘર પૂરું પાડવાના ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા ભગીરથ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણના સીધા માર્ગદર્શન હેઠળ ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજનાઅંતર્ગત નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી અરજીઓ આવકારવામાં આવી રહી છે.

આ કલ્યાણકારી યોજના હેઠળ ખુલ્લો પ્લોટ ધરાવતા, તદ્દન કાચું, ઘાસ-માટી કે કુબા ટાઈપનું અયોગ્ય રહેઠાણ ધરાવતા તેમજ મકાન માલિકની સંમતિથી પ્રથમ માળ પર નવું મકાન બાંધવા માંગતા અનુસૂચિત જાતિના રહીશોને કુલ રૂ. ૧,૭૦,૦૦૦/- ની આર્થિક સહાય તબક્કાવાર ચાર (૪) હપ્તામાં પૂરી પાડવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ઈચ્છુક અરજદારોએ રાજ્ય સરકારના સત્તાવાર પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને પોર્ટલ પર દર્શાવેલ માર્ગદર્શિકા મુજબ જરૂરી સાધન-કાગળો અપલોડ કરવાના રહેશે. યોજના અંગે વધુ વિગતો કે માર્ગદર્શન મેળવવા માટે રૂમ નં. ૨૧૭, સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી-મોરબી ખાતે રૂબરૂ સંપર્ક સાધવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

કુંવરબાઈનું મામેરું સુરક્ષાનું ઉદાહરણ બની

સમાજના છેવાડાના અને વંચિત વર્ગોના કલ્યાણ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ સંવેદનશીલ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. ખાસ કરીને દિકરીના લગ્ન જેવા મહત્વના પ્રસંગે પરિવાર પર આવતા આર્થિક બોજને હળવો કરવા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવતી કુંવરબાઈનું મામેરુંયોજના અનેક પરિવારો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. વાંકાનેરના અમરસર ગામના સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારની દીકરી નમ્રતાબેન સોલંકી માટે આ યોજના આર્થિક રાહત અને સામાજિક સુરક્ષાનું ઉદાહરણ બની છે. થાનગઢ ખાતે સેનેટરી કારખાનામાં મજૂરી કામ કરતા પિતાના સહારા સાથે જીવતા આ પરિવારમાં લગ્નની ઉંમર થતાં નમ્રતાબેનના લગ્ન ગત મે-૨૦૨૬ માં શાપર (વેરાવળ) ખાતે રહેતા દિવ્યેશભાઈ સાથે સંપન્ન થયા હતા. મધ્યમ આર્થિક સ્થિતિના કારણે લગ્ન ખર્ચને પહોંચી વળવા આ પરિવારને 'કુંવરબાઈનું મામેરું' યોજનાનો ટેકો મળ્યો હતો. લગ્ન નોંધણી કરાવ્યા બાદ નમ્રતાબેને 'ઈ-સમાજકલ્યાણ' પોર્ટલ (https://esamajkalyan.gujarat.gov.in) પર ઓનલાઈન જરૂરી સાધન-કાગળો અપલોડ કરીને અરજી કરી હતી. વહીવટી તંત્ર દ્વારા ત્વરિત ચકાસણી કરી અરજી મંજૂર કરતા રૂ. ૧૨,૦૦૦/- ની સહાય સીધી જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી.






Latest News