મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે કેનાલમાં ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત: અંબિકા રોડ ઉપર ઘરે હાર્ટ એટેક આવી જતાં વૃદ્ધનું મોત


SHARE







મોરબીના લાલપર પાસે કેનાલમાં ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત: અંબિકા રોડ ઉપર ઘરે હાર્ટ એટેક આવી જતાં વૃદ્ધનું મોત

મોરબીના ઉમિયાનગર વિસ્તારમાં રહેતો યુવાને લાલપર ગામ પાસે નર્મદાની કેનાલમાં ઝંપલાવ્યું હતું જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા જ્યારે મોરબીમાં અંબિકા રોડ ઉપર રહેતા વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેઓને હાર્ટ ટેકનો હુમલો આવી જતા તેમનું મોત થયું હતું

મોરબીના ઉમિયાનગર વિસ્તારમાં રહેતા દિલીપભાઈ છગનભાઈ સોલંકી (34) નામના યુવાને કોઈપણ કારણોસર લાલપર ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ઝંપલાવ્યું હતું જેથી આ બનાવની ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ દ્વારા કેનાલમાં પડેલા યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબી સિવિલે ખસેડયો હતો. ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મોરબીના માધાપરના ઝાંપા પાસે અંબિકા રોડ ઉપર રહેતા વડાવરીયા હનીફભાઈ આદમભાઈ (64) પોતે પોતાના ઘરે હતા ત્યારે તેઓને હાર્ટ ટેક આવી જતા તાત્કાલિક તેને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News