સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીની માણેક સોસાયટીમાં ઘરમાં જુગાર રમતી 11 મહિલા 39,100 ની રોકડ સાથે પકડાઈ


SHARE





મોરબીની માણેક સોસાયટીમાં ઘરમાં જુગાર રમતી 11 મહિલા 39,100 ની રોકડ સાથે પકડાઈ

મોરબીના વાવડી રોડ પર આવેલ માણેક સોસાયટીમાં રહેતી મહિલાના ઘરની અંદર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડી કરી હતી ત્યારે ઘરધણી સહિત કુલ મળીને 11 મહિલાઓ ઘરમાં જુગાર રમતા મળી આવી હોય પોલીસે તેની પાસેથી 39,100 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ માણેક સોસાયટીમાં રહેતા ગીરઝાબેન પોપટના મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા રધણી ગીરજાબેન મનસુખભાઈ પોપટ (75) તથા નીરૂબેન બાબુભાઈ મકવાણા (53) રહે. મહાવીર નગર શેરી નંબર 4 મોરબી, પાયલબેન ઉર્ફે સોનલબેન સુરેશભાઈ ગોસ્વામી (40) રહે. મહેન્દ્રપરા 12 મોરબી, લીલાબેન ઉર્ફે લતાબેન ગોવિંદભાઈ હર્ષદીયા રહે લાલ પર હનુમાન મંદિરની બાજુમાં મોરબી મનીષાબેન ઉર્ફે લતાબેન ગોવીંદભાઇ હરસધિયા (55)  રહે. લીલપર, મનીષાબેન ઇન્દુલાલ કાનાણી (55) રહે. હાઉસિંગ બોર્ડ કનૈયા ડેરી વાળી શેરી મોરબી, ભાવનાબા ભરતસિંહ જાડેજા (45) રહે. વાવડી રોડ સોમૈયા સોસાયટી મોરબી, હેમલતાબેન ભુપેન્દ્રભાઈ સિદ્ધપુરા (36) રહે. વાવડી રોડ મોરબી, જોસનાબેન દશરથભાઈ સાવરીયા (55) રહે. એફ-103 પટેલ હાઇટ્સ ઉમા ટાઉનશીપ મોરબી, અંજુબા ભરતસિંહ ઝાલા (35) રહે હાઉસિંગ બોર્ડ સનાળા રોડ મોરબી, સંગીતાબેન રમેશભાઈ કાસુન્દ્રા (35) રવાપર રોડ બોની પાર્ક મોરબી અને જયશ્રીબા યુવરાજસિંહ ઝાલા (41) રહે. કાલિકા પ્લોટ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 39,100 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News