વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત


SHARE







હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત

હળવદના શહેરી વિસ્તારમાં હળવદ-મોરબી ચોકડી પાસેની રેડક્રોસ હોટલની સામે સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં ગંભીર ઈજાઓ થતા કલ્પેશ સંજયભાઈ ભીલ રહે. પંચાલી જી.નર્મદા નામના આઠ વર્ષના બાળકને સારવાર માટે અત્રે સિવિલે લવાયો હતો. જોકે સારવાર દરમ્યાન બાળકનું મોત નિપજયું હતું.

ઝેરી દવા પી લેતા સારવારમાં
ભુજના રાપરના કીડીયાનગર ગામે રહેતા પરીવારનો મનસુખ સવાભાઈ પરમાર નામનો સોળ વર્ષનો સગીર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયો હતો. જેથી સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. જો કે સારવાર કારગત ન થતા તેનું મોત નિપજયું હતું. મોરબી પોલીસે બનાવ અંગે રાપર પોલીસને જાણ કરી હતી.

વાહન અકસ્માત
માટેલ રોડે મંદિર નજીક બમ્પ ટપાડવા જતા વખતે બેલેન્સ ન રહેતા સર્જાયેલ અકસ્માતમાં ઈજા પામેલા હર્ષાબેન અંકિતભાઈ ગારૈયા (26) રહે. સુરભદર તા.હળવદને ઈજા થતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જયારે હળવદના ઘનશ્યામપુર ગામે બાઈક આડે અચાનક કુતરૂ આડુ ઉતરતા વાહન સ્લીપ થઈ જતા મહેશ ભુપતભાઈ ખાંભડીયા રહે. ભલગામને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે લવાયો હતો.

દવા પી જતા રાજકોટ ખસેડાયા
 ટંકારાના મેઘપર ગામે ધર્મભકિત સોસાયટીમાં રહેતા કુસુમબા મજબુતસિંહ ઝાલા (50) નામના આધેડ મહિલા કોઈ કારણસર ઘરે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ જતા હાલત નાજુક જણાતા તેઓને રાજકોટ ખસેડાયા હોવાનું પોલીસે જણાવેલ છે. જયારે શનાળા-રાજપર રોડે વાહન અકસ્માત બનાવમાં ઈજા પામેલ કેવલ નાથાભાઈ કોરીંગા (24) રહે. નાના રામપર તા.ટંકારાને અત્રે સિવિલે સારવાર માટે લવાયો હતો.

ફિનાઈલ પીધુ
મોરબી મકરાણીવાસમાં રહેતા ઈમ્તીયાઝ હબીબભાઈ પઠાણ (35) નામના યુવાને અકળ કારણસર ઘરે ફીનાઈલ પી લેતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જયારે રવાપર ગામે ગાયત્રી ભરડીયા પાસે રહેતા પરીવારની નાનકીબેન કાનાભાઈ નાગાણી નામની દસ વર્ષની બાળકી ઘર પાસે હતી ત્યાં વાહન અકસ્માતે ઈજા થયેલ હોય સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા
લખધીરપુરથી રીક્ષા લઈને ઘરે કાલીકાનગર જઈ રહેલા સોમાભાઈ વસ્તાભાઈ બોસીયા (51)ની રીક્ષાને કાર ચાલકે પાછળથી ટકકર મારતા સારવાર માટે મોરબી લવાયા હતા. અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News