મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા


SHARE







મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા

મોરબી જિલ્લામાં મહિલા કર્મચારીઓ માટે સુરક્ષિત, સમાનતા આધારિત અને સકારાત્મક કાર્યશૈલીનું નિર્માણ થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષકની કચેરી, મહાનગરપાલિકા કમિશનરની કચેરી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી ખાતે "કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાવ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ, 2013" (POSH Act) અન્વયે તાલીમ અને જાગૃતિ સેમિનારો સફળતાપૂર્વક યોજવામાં આવ્યા હતા.

આ સેમિનારોમાં કાયદાના નિષ્ણાતો દ્વારા POSH Act ની વિવિધ જોગવાઈઓ, આંતરિક ફરિયાદ સમિતિ (ICC) ની રચના, ફરિયાદ નિવારણની ગોપનીય પ્રક્રિયા અને લિંગ સંવેદનશીલતા વિશે વિસ્તૃત કાનૂની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથોસાથ મિશન શક્તિ, સંકલ્પ હબ, ૧૮૧ મહિલા હેલ્પલાઈન, વન સ્ટોપ સેન્ટર અને શી-બોક્સ પોર્ટલ સહિતની સરકારી યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ કાર્યસ્થળને મહિલાઓ માટે વધુ સુરક્ષિત અને સન્માનજનક બનાવવા ચુસ્ત કાયદાકીય પાલનની કટિબદ્ધતા દર્શાવી હતી. આગામી સમયમાં જિલ્લાના તમામ વિભાગોમાં આવા જાગૃતિ કાર્યક્રમોનું નિરંતર આયોજન કરવામાં આવશે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

ત્રાંબા પ્રાથમિક શાળામાં સેમિનાર યોજાયો

મોરબી જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલા કર્મચારીઓ માટે સુરક્ષિત, સન્માનજનક અને ભેદભાવમુક્ત વાતાવરણનું નિર્માણ થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ત્રાંબા પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવતા શિક્ષકો માટે "કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાવ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ, ૨૦૧૩" (POSH Act) અન્વયે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું






Latest News