સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો


SHARE





મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો

ડૉક્ટર્સ વીકની ઉજવણીના ભાગરૂપે ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓના વાલીઓ માટે “Unlocking Child Potential through Developmental Understanding” વિષય પર આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

તકે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી, મોરબીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. હિરલ જાદવાણી અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ખ્યાતિ પરમાર દ્વારા બાળ વિકાસ, વિકાસના વિવિધ તબક્કાઓ, બાળકોની શારીરિક, માનસિક અને સામાજિક વૃદ્ધિ તેમજ અસરકારક પેરેન્ટિંગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપીના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. અને ખાસ કરીને વ્યાખ્યાન દરમિયાન વાલીઓને બાળકોની ક્ષમતાને ઓળખવા, તેમની પ્રતિભાને યોગ્ય દિશા આપવા, આત્મવિશ્વાસ વધારવા તેમજ રોજિંદા જીવનમાં અપનાવી શકાય તેવી અસરકારક પેરેન્ટિંગ ટીપ્સ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. અને ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ દ્વારા ડૉક્ટર્સ વીકની ઉજવણી અંતર્ગત આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વાલીઓને બાળ વિકાસ અને અસરકારક પેરેન્ટિંગ અંગે વૈજ્ઞાનિક સમજ પૂરી પાડવાનો હતો, જે સફળતાપૂર્વક સિદ્ધ થયો હતો.




Latest News