મોરબીમાં ફાયરિંગ કરીને યુવાનની હત્યાની કોશિશના ગુનામાં બે આરોપીના શરતી જામીન મંજુર મોરબીમાં વીજ તંત્રની લાલીયાવાડીથી જીવલેણ અકસ્માતને ખુલ્લુ આમંત્રણ ! મોરબી નવયુગ કોલેજના NSSના વિધાર્થીએ યુવા આપદા મિત્રની તાલીમ લીધી યે આગ કબ બુઝેગી ?: મોરબી નજીક મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 8 દિવસ પણ યથાવત, બળેલો માલ હટાવવા અને કુલિંગનું કામ હજુ પણ ચાલુ મોરબીની રામનગર સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 1.21 લાખની રોકડ સાથે પકડાયા મોરબીમાં જુદા-જુદા વિસ્તારોમાં રેડ કરીને પોલીસે 34 બોટલ દારૂ પકડાયો મોરબીના ચેક રીટર્ન કેશમાં આરોપીનો નિર્દોષ છુટકારો કરતી કોર્ટ મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં ઝંપલાવી આપઘાત
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ


SHARE







મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ

મોરબી મહાનગરપાલિકાના મેરના અધ્યક્ષ સ્થાને પ્રથમ સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી જેમાં મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી સમિતિના અધ્યક્ષની ઓફિસના ખર્ચા, તમામ કોર્પોરેટરના પગાર સહિતના ભથ્થા વગેરેના એજન્ડા સર્વાનુમતે બહાલી આપીને મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નંદીઘરમાં નંદીઓ માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી, કોર્પોરેટરો દ્વારા કહેવામા આવતા કામ અધિકારીઓ કરતાં નથી તેમજ નાની કેનાલ રોડની ડિઝાઇન કોના કહેવાથી ચેન્જ કરવામાં આવેલ છે તે સહિતની ફરિયાદો ભાજપના જ કોર્પોરેટરો દ્વારા મેયર સમક્ષ કરવામાં આવી હતી ત્યારે મેયરે તમામ શાખા અધિકારીઓને કોર્પોરેટરો સૂચવે તે કામ ઝડપથી કરવા અને તેઓને ફોન ઉપાડીને સંતોષકારક જવાબ આપવા માટેની અને નંદીઘરમાં રાખવામા આવેલા નંદીઓ માટે ઘટતી વ્યવસ્થા કરવા અધિકારીને સૂચના આપી હતી.

મોરબી મહાનગરપાલિકાના મેર ઉત્તમ સુરાણીના અધ્યક્ષ સ્થાને પ્રથમ સામાન્ય સભાની બેઠક મળી હતી હતી જેમાં મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરો હાજર રહ્યા હતા તેમજ ડેપ્યુટી કમિશનર સંજય સોની સહિતના તમામ શાખા અધિકારીઓ હાજર રહ્યા હતા આ બેઠકમાં મેયર, ડેપ્યુટી મેર અને કારોબારી સમિતિના અધ્યક્ષના ઓફિસ ખર્ચ માટે માસિક 15000 રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે તો મોરબી મહાપાલિકામાં સભા સંચાલન અને સમિતિ બનાવવા માટેના નિયમો બનાવવામાં ન આવે ત્યાં સુધી મેન્ટર કોર્પોરેશન રાજકોટના નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને મહાપાલિકાના નવા નિયમો બનાવવામાં આવશે. ત્યાર બાદ મહાપાલિકાના તમામ કોર્પોરેટરો માટે સરકાર દ્વારા માનદ વેતન મંજૂર કરવામાં આવેલ છે તે મુજબ 7,000 રૂપિયા માનદ વેતન, 500 રૂપિયા બેઠકનું ભથ્થું, 1500 રૂપિયા સ્ટેશનરી ખર્ચ અને 1000 રૂપિયા મોબાઈલ ખર્ચ નક્કી કરવામાં આવેલ છે જે એજન્ડા સર્વાનુમતે બહાલી આપવામાં આવેલ છે.

ત્યારબાદ અધ્યક્ષ સ્થાનેથી કોઈ પણ એજન્ડા લેવામાં આવ્યા ન હતા જોકે આ પ્રથમ સામાન્ય સભામાં કોર્પોરેટરોમાંથી મોરબી વોર્ડ નં. 3 ના કોર્પોરેટર ભુપતભાઈ જારીયા દ્વારા નંદીઘરમાં ઘાસચારો નથી, પાણીના અવેડા નથી, સ્ટાફ નથી સહિતની રજૂઆત કરી હતી અને ચોમાસાને ધ્યાને રાખીને તમામ વ્યવસ્થાઓ તાત્કાલિક કરવાની લાગણી વ્યક્ત કરી હતી. અને જો વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગમી દિવસોમાં ત્યાં નંદીઓના મૃત્યુ થવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી. તો મહિલા કોર્પોરેટર સંગિતાબેન ભીમાણીએ મહાપાલિકામાં ચૂંટાયેલા મહિલા કોર્પોરેટરો માટેની યોગ્ય વ્યવસ્થા કરવા માટેની માંગ કરી હતી.

તો વોર્ડ નં 10 ના કોર્પોરેટર ભાવેશભાઈ કંઝારીયાએ નાની કેનલ રોડ 20 મીટર પહોળો મંજૂર થયો છે તો પછી 18 મીટરનો કેમ બનાવવામાં આવે છે અને ત્યાં દબાનોને કેમ દૂર કરવામાં આવતા નથી તેવો સવાલ કર્યો હતો. જેથી આ મુદ્દો સામાન્ય સભામાં ચર્ચાનો વિષય બનેલ હતો ત્યારે અધિકારી સ્થળ ઉપર રોડની પહોળાઈ માપીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જો કે, જુદાજુદા વોર્ડમાંથી કોર્પોરેટરો દ્વારા કામ માટે શાખાના અધ્યક્ષને ફોન કરવામાં આવે તો તેઓના ફોન ઉપડવામાં આવતા નથી અને કામ કરવામાં આવતું નથી તેવી રાવ ભાજપ શાસિત મહપાલિકાના મેયરને ભાજપના જ કોર્પોરેટરો દ્વારા કરવામાં આવી હતી ત્યારે મેયરે ચાલુ બોર્ડમાં જ તમામ શાખા અધ્યક્ષોને કોર્પોરેટરના ફોન ઉપાડીને તાત્કાલિક કામ કરવા માટેની સૂચના આપી હતી. જો કે, અમલવારી થશે કે કેમ તે આગામી સમય જ બતાવશે.
ત્યાર બાદ સામાન્ય સભામાં મોરબીમાં આવેલ કતલખાનાને અન્ય સ્થળે ખસેડવા માટેનો એજન્ડા લેવામાં આવ્યો હતો પરંતુ કઈ જગ્યા ઉપર તેને ખસેડવી ?, ક્યાં તેનું વેચાણ થઈ શકશે ? તેને લાગતો કાયદો બનાવવાની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે વોર્ડ નં 8 ના કોર્પોરેટર મહેન્દ્રભાઈ સવસાણીએ કહ્યું હતું કે, મોરબીના એક પણ કતલખાનાને લાયસન્સ આપવામાં આવ્યું જ નથી તો પછી ગેરકાયદે કતલખાનાને ખસેડવાનો પ્રશ્ન ઊભો થાય જ નહીં. માટે પહેલા ગેરકાયદે કતલખાના છે તેને બંધ કરવવામાં આવે તે જરૂરી છે. જો કે, મેયર અને અધિકારી દ્વારા આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી પરંતુ મોરબીની મધ્યમાં ગેરકાયદે સી હાલતા કતલખાના બંધ કયારે થશે તે તો આગામી સમય જ બતાવશે.

52 પૈકીના 3 કોર્પોરેટરોએ સ્થળ ઉપર જ પગાર કે ભથ્થા લેવાની ના કહી દીધી

મોરબી મહાપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોને સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે તે મુજબ પગાર અને ભથ્થા આપવામાં આવશે તેના માટેનો એજન્ડા જ્યારે લેવામાં આવ્યો હતો ત્યારે જ મોરબી વોર્ડ નં. 10 માંથી ચૂંટાયેલા ગણેશભાઈ ડાભી અને ભાવેશભાઈ કાંઝરિયામૌખિક રીતે પગાર કે ભથ્થું તેઓ લેશે નહીં તેવી જાહેરાત કરી હતી જો કે, વોર્ડ નં. 13 માંથી ચૂંટાયેલા ભાવિકભાઈ જારીયાપગાર કે ભથ્થું ન લેવા માટે મેયરને લેખિતમાં પત્ર આપી દેવામાં આવ્યો છે. અને આગામી દિવસોમાં ચૂંટાયેલા 52 પૈકીના હજુ પણ કેટલાક સદસ્યો દ્વારા મહાપાલિકામાંથી પગાર કે ભથ્થું ન લેવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે






Latest News