વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદમાં બોલાચાલી કરનાર શખ્સને સમજાવવા ગયેલા યુવાનને બે શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો


SHARE







હળવદમાં બોલાચાલી કરનાર શખ્સને સમજાવવા ગયેલા યુવાનને બે શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો

હળવદના ભવાની નગર ઢોરો ત્રણ માળીયા નજીક રહેતો યુવાન અન્ય વ્યક્તિ સાથે બોલાચાલી કરનારને સમજાવવા માટે ગયો હતો જે બાબતનું મન દુઃખ રાખીને સામે વાળા યુવાનના ઘર પાસે આવ્યા હતા અને યુવાનને ગાળો આપીને પાઇપ વડે કપાળના ભાગે માર માર્યો હતો તેમજ શરીરે ધોકા વડે માર મારીને ઇજાઓ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના ભવાનીનગર ઢોરા પાસે આવેલ ત્રણ માળિયા નજીક રહેતા રાકેશભાઈ ધનજીભાઈ ધામેચા (38મેહુલભાઈ ઉર્ફે મેહલો દિનેશભાઈ કોળી તથા દિનેશભાઈ કોળી રહે.બંને ભવાનીનગર ઢોરો હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મેહુલભાઈ તથા સાહેદ વચ્ચે બોલાચાલી થયેલ હતી અને ફરિયાદી આરોપીને સમજાવવા માટે જતા તેનું મન દુઃખ રાખીને આરોપીએ ફરિયાદીના ઘર પાસે આવીને બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી તેમજ મેહુલભાઈએ હાથમાં રહેલ પાઇપથી ફરિયાદીને કપાળના ભાગે માર મારીને ગંભીર ઇજા કરી હતી જ્યારે દિનેશભાઈએ હાથમાં રહેલ ધોકા વડે યુવાનને માર મારીને ઇજા કરી હતી અને આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News