મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા


SHARE





મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા

જૂની અદાવત : બંને યુવકોને મોરબી સારવારમાં ખસેડાયા હતા, ફાયરિંગથી ઘવાયેલાને રાજકોટ સિવિલમાં રીફર કરાયો

માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો હતો. બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા થઈ હતી. બંને યુવકોને મોરબી સારવારમાં ખસેડાયા હતા.ફાયરિંગથી ઘવાયેલને રાજકોટ સિવિલમાં રીફર કરાયો હતો

વધુમાં મળતી માહિતી અનુસાર, ઈમરાન અબ્બાસભાઈ માલાણી (ઉંમર વર્ષ 18) અને ઈદ્રીશ યાસીનભાઈ માલાણી (ઉંમર વર્ષ 30, (રહે. બંને વાંઢ ઝખડીયા વિસ્તાર, માળીયા મિયાણા, જિલ્લો મોરબી) ગઈકાલે સાંજે સાત વાગ્યા આસપાસ માળીયાથી ઝખડિયા તરફ જતા હતા ત્યારે વાડી વિસ્તારમાં ગુલાબ જેડા, દિનમહંમદ જેડા તથા તેની સાથેના માણસોએ ઝઘડો કરી બંદૂક વડે ફાયરિંગ કરેલ અને માર મારેલ.બંનેને ઈજા થતાં સારવારમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જેમાં ઇમરાનને ફાયરિંગથી પગમાં ઈજા થઈ હોય, વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં રીફર કરાયો હતો.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ, બંને યુવાનો માળીયાથી પોતાના ઘર તરફ જતા હતા.ત્યારે આરોપીઓ કારમાં આવ્યા હતા.પ્રથમ બાઈક સાથે પાછળથી કાર અથડાવી હતી.પછી કાર ઊભી રાખીને કારમાંથી ઉતરીને બંને યુવાનોને પાઇપ વડે માર માર્યો હતો,અને ઇજાગ્રસ્તના કહેવા મુજબ બંદૂકથી ફાયરિંગ કર્યું હતું.જેમાં ઇમરાનને પગમાં છરા લાગી ગયા હતા.ઇજાગ્રસ્તના પરિવારજનોના જણાવ્યા મુજબ બે એક મહિના પહેલા સામા વાળા સાથે ઇજાગ્રસ્તોને બોલાચાલી થઈ હતી.આ ઝઘડાનો ખાર રાખીને હાલનો હુમલો કર્યો હોવાનું અનુમાન છે.માળીયા મીયાણા પોલીસે ફાયરિંગના બનાવમાં કેટલી હકીકત છે તે જાણવા પણ તપાસ હાથ ધરી છે.  #morbi #મોરબી 




Latest News