મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં હિંદુત્વ પેરેડાઈમ પુસ્તકના વ્યાખ્યાનનો કાર્યક્રમમાં બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં સંપન્ન


SHARE







મોરબીમાં હિંદુત્વ પેરેડાઈમ પુસ્તકના વ્યાખ્યાનનો કાર્યક્રમમાં બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં સંપન્ન

મોરબીમાં સીમા જાગરણ મંચ તથા ભારત વિકાસ પરિષદ સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય રામ માધવજીના પુસ્તક હિંદુત્વ પેરેડાઈમ અંગે શહેરના ટાઉનહોલ ખાતે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના રાજ્ય મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, નગરપાલીકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી BAPS મંદિરના હરિસ્મરણ સ્વામી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકજી ડો. જયંતિભાઈ ભાડેસીઆ તથા ઓરેવા ગૃપના જયસુખભાઈ પટેલ તથા સિમ્પોલો ગૃપના જીતુભાઈ પટેલ સહિતના આગેવાનો અને ઉદ્યોગકારો ઉપસ્થિતિ રહ્યા હતા આ અવસરે યુવા ઉત્સવમાં રાજ્ય કક્ષાએ પ્રથમ આવેલા વિસ્મય ત્રિવેદી તથા મયુર વાઘેલાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સંયોજક રાજેશભાઇ એરણીયા સહ સંયોજક ડો જયેશભાઈ પનારા, રવીન્દ્રભાઈ ત્રિવેદી, હિરેનભાઈ વિડજા, દિલિપભાઈ પરમાર, મનુભાઈ કૈલા, હરેશભાઈ બોપલિયા, બ્રિજેશભાઈ કાલરીયા, અશ્વિનભાઈ રાઠોડ, ડો ઉત્સવભાઈ દવે, ધૃમીલભાઈ આડેસરા, મેહુલ ગાંભવા, બિપીન પટેલ, પંકજભાઈ ફેફર, વિશાલભાઈ બરાસરા, પરેશભાઈ મિયાત્રા, ચિરાગભાઈ હોથી, હિંમતભાઈ મારવણીયા, મનહરભાઈ કુંડારીયા, વિનુભાઈ મકવાણા, નિલેશભાઈ પારેજીયા, હિરેનભાઈ ધોરીયાણી, સંદિપભાઈ લોરીયા, રાજેશભાઇ બદ્રકિયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રવીન્દ્રભાઈ ત્રિવેદીએ કર્યુ હતું






Latest News