મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો


SHARE





મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા વવાણીયા ગામે ગામના વોંકડા નજીક મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં કોળીવાસ વિસ્તારમાં રહેતા દંપતિ ઉપર પૈસાની લેતી-દેતી મુદ્દે કરવામાં આવેલ હુમલામાં ઇજાગ્રસ્ત દંપત્તિને સારવારમાં લઈ જવામાં આવ્યુ હતુ.બાદમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

હાલ માળિયા મિંયાણા પોલીસ મથક ખાતે છગનભાઇ દેવાભાઇ મકવાણા જાતે કોળી (ઉ.વ.૩૫) ધંધો મજુરી રહે.મોટા કોળીવાસ, વવાણીયા ગામ તા.માળીયા (મિં.) જી.મોરબીએ પ્રવિણ ઉર્ફે ચકો સુરેશભાઇ મકવાણા, શીવાભાઇ સુરેશભાઇ મકવાણા, નથુભાઇ સુરેશભાઇ મકવાણા, સુરેશભાઇ મકવાણા, મનજી ઉર્ફે ટીલીયો મકવાણા તમામ રહે.વવાણીયા ગામ તા.માળીયા(મી) જી.મોરબી સામે ફરીયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, ફરીયાદી છગનભાઇ સાથે ભાયુ કુટુંબના રૂપીયાની લેતી દેતી બાબતે ઝગડો કરીને પ્રવિણભાઇએ ફરીયાદીને ગાળો આપીને ઝપાઝપી કરી મુઢ માર મારીને ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપીને જતો રહ્યો હતો.બાદ બાકીના ચારેયએ ફરીયાદી તથા ફરીયાદીના પત્નીને ગાળો આપીને લાકડાના ધોકા તેમજ મુઢ માર મારીને શરીરે મુઢ ઇજાઓ પોડહચાડી ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી આપી હતી.
વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર
મોરબી તાલુકાના ખારચિયા ગામેથી બાઈક લઈને પસાર થઈ રહેલા બચુભાઈ મયાભાઈ બાંભવા ભરવાડ (ઉમર ૫૦) રહે. સામપર જોડિયા નું બાઈક ભેંસની સાથે ટકરાયુ હતુ.આ બનાવમાં ઈજાઓ થવાથી બચુભાઈને અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના લાઈન્સનગર વિસ્તારમાં રહેતા સુનિલભાઈ ડાયાભાઈ નારોલા (૧૭) ને ઘરે મારામારીમાં સામાન્ય ઇજા થતા અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તે રીતે જ મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં ઘરે મારામારીની ઘટનામાં ઈજા પામેલ કંચનબેન જયંતીભાઈ ચૌહાણ (૩૬) તેમજ રોહીદાસપરામાં જ રહેતા ભુપેન્દ્રભાઈ ગોવિંદભાઈ ચૌહાણ (૨૩) ને ઇજાઓ થવાથી બંનેને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવ અંગે નોંધ થતા સતિષભાઈ ગળચર દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.
જુગાર રમતા પકડાયો
માળિયા મીંયાણા પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન માળિયાની મોટી બજાર પાસે વોચ કરવામાં આવી હતી અને ત્યાં રેડ કરવામાં આવતા જાહેરમાં આવતા જતા લોકો પાસેથી વરલી ફિચરના આંકડા લેતા લતીફ હૈદરભાઈ કાજડીયા જાતે મિંયાણા (૩૨) રહે.સરકારી હોસ્પિટલ પાછળ માળીયા મિંયાણાને ઝડપી પાડવામાં આવ્યો હતો.તેની પાસેથી રોકડા રૂપિયા ૧૭૦ મળી આવ્યા હોય જપ્ત કરી ગુનો નોંધવામાં આવ્યો હતો..!




Latest News