મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કાજરડા ગામ નજીકથી ચોરાઉ બાઇક-એક્ટિવા સાથે એક શખ્સ પકડાયો


SHARE





માળીયા (મી)ના કાજરડા ગામ નજીકથી ચોરાઉ બાઇક-એક્ટિવા સાથે એક શખ્સ પકડાયો

માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી શંકાસ્પદ હાલતમાં એક શખ્સ બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો જેને પોલીસ દ્વારા રોકવામાં આવ્યો હતો અને તેની પાસે બાઈકના કાગળો માંગવામાં આવ્યા હતા જે તેની પાસે હતા નહીં જેથી પોલીસે આગવી ઢબે તેની પૂછપરછ કરતા આ પાસેથી ચોરાઉ બાઈક અને એકટીવા મળી આવતા બંને વાહનોને કબજે કર્યા હતા અને પોલીસ આરોપીને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલની સુચના મુજબ સ્ટાફ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે દરમિયાન માળિયા તાલુકાના કાજરડા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી શંકાસ્પદ હાલતમાં એક શખ્સ બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસ દ્વારા તેની પાસેથી બાઈકના કાગળો માંગવામાં આવ્યા હતા જે તેની પાસેથી ન મળતા પોલીસે આ શખ્સની વધુ પૂછપરછ કરી હતી જેમાં આ શખ્સ પાસે રહેલું બાઈક તેને હળવદ તાલુકાના માથક ગામે પાદરમાં આવેલ જીઈબીના સબ સ્ટેશન પાસેથી ચોરી કર્યું હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા તેની પાસેથી મોરબી તાલુકાના જેતપર ગામેથી ચોરી કરેલ એક એકટીવા મળી આવ્યું હતું આમ ચોરી કરેલ બાઈક અને એકટીવા પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યું હતું અને આરોપી સગરભાઈ રમજાનભાઈ મોવર (26) રહે. કાજરડા તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News