મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા મોરબીના ખાનપર ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા
Breaking news
Morbi Today

અમારી ગાડી ટોલનાકે ઊભી નહીં રાખવાની: વાંકનેરના વઘાસિયા ટોલનાકાના કર્મચારીને જુદીજુદી બે ગાડીમાં આવેલા 6 શખ્સોએ આપી ધમકી


SHARE







અમારી ગાડી ટોલનાકે ઊભી નહીં રાખવાની: વાંકનેરના વઘાસિયા ટોલનાકાના કર્મચારીને જુદીજુદી બે ગાડીમાં આવેલા 6 શખ્સોએ આપી ધમકી

વાંકાનેર નજીક આવેલ વઘાસિયા ટોલનાકા ઉપર ક્રેટા ગાડી લઈને નીકળેલા શખ્સે ગાડી ઊભી નહીં રાખવાનું કહીને બોલાચાલી કરી હતી અને ત્યારબાદ સ્કોર્પિયો ગાડી લઈને આવેલા શખ્સે પણ અમારી ગાડી ટોલ બૂથ ઉપર નહીં ઉભી રાખવી તેવું કહ્યું હતું અને ટોલબૂના કર્મચારીઓ સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો. અને માર મારીને ઇજા કરી હતી તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી હાલમાં ટોલબૂના મેનેજર દ્વારા જુદી જુદી બે ગાડીમાં આવેલા કુલ છ શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

મૂળ બિહારના રહેવાસી અને હાલમાં કુબેર એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 303 શોભેશ્વર રોડ મોરબી ખાતે રહેતા અને વઘાસિયા ટોલ નાકે મેનેજર તરીકે કામ કરતાં મુકેશકુમાર નિર્ભયકુમાર સુધાંશુ (37)જયરાજસિંહ ઝાલા અને હાર્દિકસિંહ ઉર્ફે હરુભા ઝાલા રહે. બંને વઘાસીયા વાળા તથા અજાણ્યા ચાર શખ્સો આમ કુલ 6 શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી જયરાજસિંહ ઝાલા અને અજાણ્યા બે શખ્સો તેની ક્રેટા ગાડી નંબર જીજે 36 જે 2312 લઈને વઘાસીયા ટોલનાકેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટોલ કર્મચારીએ તેની ગાડી ઉભી નહીં રાખવાનું જણાવીને તેની સાથે બોલાચાલી કરી હતી ત્યારબાદ હરદીપસિંહ ઝાલા અને અન્ય બે શખ્સો તેની સ્કોર્પિયો ગાડી નંબર જીજે 8 બીએચ 0007 લઈને ટોલ બુથ ઉપર આવ્યા હતા અને ત્યાં ટોલ બુથના કર્મચારીને અમારી ગાડી ટોલ બૂથ ઉપર નહીં ઉભી રાખવી તેવું કહ્યું હતું અને ટોલ બુના કર્મચારીને સાથે બોલાચાલી કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ માર મારીને શરીરે ઇજા કરી હતી અને ટોલ નહીં ભરી ટોલ પ્લાઝાના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા એનએચઆઇને આપેલા નોટિફિકેશનનો ભંગ કર્યો હતો જેથી કરીને હાલમાં ટોલનાકાના મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કુલ છ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે. 
#morbi




Latest News