મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં  સી.આર.પાટીલ માંડ માંડ બચ્યા?


SHARE







મોરબી જીલ્લામાં  સી.આર.પાટીલ માંડ માંડ બચ્યા? 

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ શક્તિનગર ગામે નકલંક ધામ ખાતે આજે સી.આર. પાટિલની હાજરીમાં નવનિર્મિત શૈક્ષણિક સંકુલની લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે સમસ્ત પ્રજાપતિ સમાજનો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્ર્મ પૂરો કરીને પરત ફરતા સમયે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના જે સીડી ઉપરથી નીચે આવતા હતા તે સીડી તૂટી પડી હતી જેથી કરીને સી.આર.પાટીલ માંડ માંડ બચ્યા હતા

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં શક્તિનગર ગામે નકલંક ધામ ખાતે ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા દ્વારા આજે સમસ્ત પ્રજાપતિ સમાજનો સ્નેહમિલનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ કેન્દ્રિય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, મંત્રી બ્રિજેશ મેરજા આ ને કિરીતસિંહ રાણા, સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, રાજ્ય સભાનો સાંસદ દિનેશભાઇ અનાવાડીયાધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા અને મહામંત્રી રણછોડભાઈ દલવાડી સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ સંતો મહંતો હાજર રહ્યા હતા ત્યારે સી.આર. પાટીલે લોકોને સંબોધતા કહ્યું હતું કે, પ્રજાપતિ સમાજ હંમેશા ભાજપ સાથે રહ્યો છે જેથી કરીને ભાજપ દ્વારા આ સમાજને સત્તામાં અને સંગઠનમાં પ્રતિનિધિત્વ આપ્યું છે અને સરકાર પ્રજાપતિ સમાજના હિત માટે કાયમ તેની સાથે જ છે તેવી ખાતરી આપી હતી આ કાર્યક્ર્મ પૂરો કરીને સી.આર. પાટીલ સહિતના આગેવાનો પરત જવા માટે જે સીડી ઉપરથી નીચે આવતા હતા તે સીડી તૂટી પડી હતી જેથી કરીને સી.આર.પાટીલ માંડ માંડ બચ્યા હતા અને ભાજપના અન્ય આગેવાનોને તેને નીચે પડતાં બચાવ્યા હતા






Latest News