મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સરદાર બાગ નજીક રહેતા આધેડે ઝેરી દવા પી લેતા મોત


SHARE







મોરબીમાં સરદાર બાગ નજીક રહેતા આધેડે ઝેરી દવા પી લેતા મોત

મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ પાછળ આવેલ ન્યુ આદર્શ સોસાયટીમાં રહેતા પટેલ આધેડે ઝેરી દવા પી લેતાં તેમનું ટુંકી સારવારમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના શનાળા રોડ સરદારબાગ પાછળ આવેલી ન્યુ આદર્શ સોસાયટીમાં રહેતા વસંતભાઈ નાનજીભાઈ રાજપરા નામના ૫૩ વર્ષીય આધેડે તેઓના ઘેર તા.૩૦ ના અગિયારેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લેતાં તેમને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.જયાં ટૂંકી સારવાર દરમિયાન વસંતભાઈ રાજપરાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવના પગલે રાજકોટથી તપાસ અંગેના કાગળો આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ જે.એ.ઝાલાએ બનાવ અંગે નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

દારૂ સાથે પકડાયો

 મોરબીના પીપળીયા ગામે બાલાજી મંદિર સામે રહેતો જગદીશ પ્રેમજી જાદવ નામનો ૨૪ વર્ષીય યુવાન મોરબીના વાવડી રોડ ઉપરથી જતો હતો ત્યાં રસ્તામાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસે તેને આંતરીને તેની ઝડતી લેતા તેની પાસેથી એક બોટલ દારૂ મળી આવતા રૂપિયા ૭૫૦ ની કિંમતના દારૂ સાથે જગદીશ જાદવની ધરપકડ કરવામાં આવી હતી.






Latest News