મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણના: મોરબીમાં રાજ્યમંત્રીએ રાષ્ટ્રના મહાપુરૂષોને સ્વચ્છતા અંજલિ અર્પણ કરી


SHARE







૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણના: મોરબીમાં રાજ્યમંત્રીએ રાષ્ટ્રના મહાપુરૂષોને સ્વચ્છતા અંજલિ અર્પણ કરી

મોરબી જિલ્લામાં ‘૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણના’ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે હાથ ધરવામાં આવેલા વ્યાપક સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ દેશના મહાન સપૂતો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી પ્રેરણાદાયી શ્રમદાન કર્યું હતું. મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીના ગાંધીચોક ખાતે સ્થિત શહીદ વીર ભગતસિંહજીની પ્રતિમા તેમજ મોરબી મહાનગરપાલિકા કચેરી પરિસરમાં આવેલી બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સાફ-સફાઈ કરી સ્વચ્છતાનો ઉમદા સંદેશ આપ્યો હતો. સફાઈ બાદ મંત્રીએ બંને રાષ્ટ્રીય મહાપુરૂષોની પ્રતિમાઓને આદરપૂર્વક પુષ્પમાળા અર્પણ કરી, ભાવવંદન કર્યા હતા. આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી, મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી, ડેપ્યુટી મેયરશ્રી ચિરાગભાઈ રાણપરા, નાયબ કમિશનર સંજય સોની તેમજ સ્થાનિક કોર્પોરેટરઓ અને અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News