મોરબી સહિત ગુજરાતના ખેડૂતોને વીજપોલ સામે વધુમાં વધુ વળતર મળે તે માટે ગાંધીનગર અને દિલ્હી સુધી જવાની રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ખેડૂતોને ખાતરી મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરતી હળવદ પોલીસ મોરબીમાં રહેતો ધાંગધ્રાનો યુવાન ગુમ, ગુમ થયેલી યુવતીની ભાળ મળી મોરબી જિલ્લામાં રોજગાર ભરતી મેળા યુવાનો માટે બન્યા રોજગારીનું માધ્યમ; મનપસંદ ક્ષેત્રમાં નોકરી મેળવી યુવાધન બન્યું સ્વનિર્ભર વર્ષ ૨૦૨૬-૨૭ અન્વયે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ‘આઇ-ખેડૂત’ પોર્ટલ પર ૧૪ જૂન સુધી ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીના જેતપર ગામે ખેડૂત અને કંપની વચ્ચે પોલના વળતરનો વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી કામ બંધ રાખવાની માંગ: ટ્રેકટર રેલી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના રાજપર (કું) ગામે વાડીના કૂવામાં પડી જવાથી માનસિક બીમાર યુવાનનું મોત મોરબીમાં ઘરેથી શાકભાજી લેવા નીકળેલા 8 વર્ષના બાળકનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ખેડૂત અને કંપની વચ્ચે પોલના વળતરનો વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી કામ બંધ રાખવાની માંગ: ટ્રેકટર રેલી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું


SHARE











મોરબીના જેતપર ગામે ખેડૂત અને કંપની વચ્ચે પોલના વળતરનો વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી કામ બંધ રાખવાની માંગ: ટ્રેકટર રેલી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબીના જેતપર ગામથી આજે ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી સુધીની ટ્રેક્ટર રેલી યોજાઈ હતી અને ખેડૂતોના ખેતરમાં ખાનગી કંપનીના જે વીજ પોલ હાલમાં ઊભા કરવામાં આવી રહ્યા છે તેનું હજુ સુધીમાં કોઈ વળતર આપવામાં આવ્યું નથી અને પૂરતું વળતર મળે તેવી માંગ સાથે ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપીને જ્યાં સુધી ખેડૂતોનો કંપની સાથે વળતર બાબતનો પ્રશ્ન ન ઉકેલાય ત્યાં સુધી કામ બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી તાલુકાના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજપોલ ઊભા કરવા માટેની કામગીરી ખેડૂતના ખેતરની અંદર શરૂ કરવામાં આવી છે જોકે ખેડૂતોને હજુ સુધી કંપની તરફથી કોઈ પણ પ્રકારનું વળતર આપવામાં આવ્યું નથી અને કેટલું વળતર આપવામાં આવશે તે બાબતની પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી જેથી કરીને ખેડૂતોમાં ભારે લાગણી ફેલાય છે અને છેલ્લા બે થી ત્રણ દિવસથી જેતપર ગામે ખેડૂતોના ખેતરની અંદર જે કામ ખાનગી વીજ કંપનીના માણસો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તેને ખેડૂતો રોકો માટે જાય છે અને પોલીસ સાથે ઘર્ષણ થાય છે તેવી ઘટનાઓ સામે આવી છે

દરમિયાન આજે મોરબીના જેતપર ગામથી કલેકટર કચેરી સુધીની ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અંદાજે 50થી વધુ ટ્રેક્ટર સાથે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને "જય જવાન જય કિસાન"ના નારા સાથે આ રેલીનું જેતપર ગામથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ખેડૂત આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જે ટેલિગ્રામ એક્ટ હેઠળ તે લોકોની નોટિસો કાઢવામાં આવે છે તે જ એક્ટની જોગવાઈ મુજબ તે લોકોને પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તેમજ વર્ષ 2024 માં કરવામાં આવેલ પરિપત્ર મુજબ ખેડૂતોના ખેતરમાં કોઈ પણ કંપનીએ કામ કરવું હોય તો ખેડૂતને એડવાન્સમાં પેમેન્ટ આપવાનું છે તેમ છતાં પણ તેની અમલવારી કરવામાં આવતી નથી અને ખેડૂતોના ખેતરમાં કામગીરી શરૂ કરવામાં આવે અને પોલ ઊભા થઈ જાય ત્યાં સુધી તેઓને કોઈ પણ પ્રકારનું વળતર આપવામાં આવતું નથી.

જેથી પહેલા ખેડૂતોને વળતર આપવામાં આવે ત્યાર પછી જ ખેડૂતોના ખેતરમાં કામ શરૂ થાય અને જ્યાં સુધી ખેડૂત અને કંપની વચ્ચે ચાલતો વળતર બાબતનો વિવાદ પૂરો ન થાય ત્યાં સુધી પોલીસ પ્રોડક્શન સાથે ખેડૂતના ખેતરની અંદર કરવામાં આવતું કામ બંધ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો વતી ખેડૂત આગેવાન મેહુલ અમૃતિયા દ્વારા કરવામાં આવી છે અને હાલમાં ખેડૂતો દ્વારા જેતપર ગામે બે દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યા છે અને જો બે દિવસમાં પ્રશ્ન નહીં ઉકેલવામાં આવે તો આગામી સમયમાં ભૂખ હડતાલ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું ત્યાર બાદ ખેડૂતોની માંગ વિષે કલેક્ટર સ્વપ્નિલ ખરેને પત્રકારો દ્વારા પુછવામાં આવ્યું હતું ત્યારે તેઓએ કહ્યું હતું કે, હાલમાં જે કામગીરી કરવામાં આવી રહી છે તે સરકારની જોગવાઇઓ  અને નિયમો મુજબ કરવામાં આવી રહી છે અને સરકારના પ્રોજેકટમાં રૂકાવટ કરવીએ સ્વીકાર્ય નથી અને કાયદાની જોગવાઈ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે ખેડૂતોની સાથે મહેશભાઇ રાજકોટિયા, મુકેશભાઇ ગામી, પંકજભાઈ રણસરિયા, કે.ડી.પડસુંબિયા, કે.ડી.બાવરવા, જીતુભાઈ પટેલ, પુષ્પરાજસિંહ જાડેજા, વસિમભાઇ મન્સૂરી, ઉમેશભાઈ પટેલ, સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News