મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ
Breaking news
Morbi Today

મોરબીમાં વિધર્મી શખ્સ દ્વારા યુવતીને ભોળવીને દુષ્કર્મ આચર્યા બાદ સંબંધ ચાલુ રાખવા ધમકી


SHARE







મોરબીમાં વિધર્મી શખ્સ દ્વારા યુવતીને ભોળવીને દુષ્કર્મ આચર્યા બાદ સંબંધ ચાલુ રાખવા ધમકી

મોરબીના દરબારગઢ વિસ્તારમાં રહેતા પરિવારની યુવતીને ભોળવીને તેણી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યા બાદ 'સંબંધ' ચાલુ રાખવા અને પોતાની સાથે લગ્ન કરી લેવા વિધર્મી ઇસમ દ્રારા ધાક ધમકી આપીને યુવતી તથા તેની બહેનને ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવતા ભોગ બનેલી યુવતીએ ડર્યા વગર હિંમતપુર્વક વિધર્મી યુવાન વિરુદ્ધ હાલમાં મોરબી સીટી એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલાસે આગળની તપાસે હાથ હરી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના દરબારગઢ વિસ્તારમાં રહેતા પરિવારની યુવતીને લલચાવી ફોસલાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ પણ પોતાની સાથે 'સંબંધ' ચાલુ રાખવા માટે અને પોતાની સાથે લગ્ન કરી લેવા માટે દબાણ કરીને ગાળો આપી ધાક ધમકી આપવામાં આવતી હોય ભોગ બનેલી યુવતીએ હિંમતભેર મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે સાહિલ ઈકબાલભાઇ ખાન રહે.વીસીપરા કુલીનગર મોરબી નામના વિધર્મી ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે કલમ ૩૭૬ (બળાત્કાર), ૫૦૪ અને ૫૦૬(૨) મુજબ ગુનો નોંધ્યો છે.જેની તપાસ પીએસઆઈ એચ.જે.ચાવડા ચલાવી રહ્યા છે.






Latest News