વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી : સોમવારથી ૧૫ થી ૧૮ વર્ષનાં યુવાનો અને યુવતીઓને કોરોના વેકસીન અપાશે


SHARE











મોરબી : સોમવારથી ૧૫ થી ૧૮ વર્ષનાં યુવાનો અને યુવતીઓને કોરોના વેકસીન અપાશે 

મોરબી જિલ્લાનાં ૧૫ થી ૧૮ વર્ષ નાં યુવાનો અને યુવતીઓને કોરોના વેકસીન આપવામાં આવશે તા.૩-૧-૨૦૨૨ થી કોરોના વેકસીન (કોવેકસીન) આપવાની શરૂઆત થશે. હાલ જિલ્લામાં આશરે કુલ ૪૧૭૪૯ યુવાનો અને યુવતીઓને કોરોના વેકસીન(કોવેકસીન)આપવા આયોજન કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે રક્ષણનાં ભાગરૂપે અને કોરોનાથી બચવા માટે કોરોના રસીકરણ કરાવવું ખુબજ અગત્યનું છે. સરકારની સૂચના અનુસાર ગુજરાત રાજયમાં ૧૫ થી ૧૮ વર્ષ સુધીની ઉંમર ધરાવતા યુવાનો અને યુવતીઓને કોરોના વેકસીન(કોવેકસીન) આપવા માટેનું આયોજન કરેલ હોય, તેમના અનુસંધાને મોરબી જીલ્લામાં પણ તા.૩-૧-૨૦૨૨ થી ૧૫ થી ૧૮ વર્ષ સુધીની ઉંમર ધરાવતા યુવાનો અને યુવતીઓને કોરોના વેકસીન (કોવેકસીન) આપવાની શરૂઆત કરવામાં આવનાર છે. જેમાં શીક્ષણ વિભાગ પાસેથી મળેલ માહિતી મુજબ ૧૫ થી ૧૮ વર્ષ સુધીની ઉંમર ધરાવતા અને શાળા-કોલેજમાં અભ્યાસ કરતા મોરબી તાલુકામાં કુલ ૧૮૧૯૦ માળીયા તાલુકામાં ૧૬૩૦, વાંકાનેર તાલુકામાં ૭૨૮૮, ટંકારા તાલુકામાં ૫૬૭૦, તથા હળવદ તાલુકામાં ૮૯૭૧ આમ જીલ્લાના આશરે કુલ ૪૧૭૪૯ યુવાનો અને યુવતીઓને કોરોના વેકસીન (કોવેકસીન) આપવા માટે મોરબી જિલ્લામાં આયોજન કરેલ છે. ૧૫ થી ૧૮ વર્ષનાં યુવાનો અને યુવતીઓને કોવેક્સિનનો પ્રથમ ડોઝ આપવાની કામગીરી તા.૩-૧-૨૦૨૨ થી તા.૭-૧-૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. અને જે સ્કુલો કે કોલેજમાં ૧૫ થી ૧૮ વર્ષ સુધીની ઉંમર ધરાવતા યુવાનો અને યુવતીઓ અભ્યાસ કરે છે તે દરેક સ્કુલો અને કોલેજમાં જ રસીકરણ સેશનનું આયોજન કરી રસીકરણ કરવામાં આવશે. 

કોરોના રસીકરણ માટે વિધાર્થી-વિધાર્થીનીઓ આધારકાર્ડ અથવા પાસપોર્ટનાં આધારે ઓનલાઈન એપોઈંટમેન્ટ અથવા સ્થળ પર ઓનસાઈટ રજીસ્ટ્રેશન કરાવીને પણ રસી મેળવી શકશે અને જો કોઈ વિધાર્થી વિધાર્થીનીઓ પાસે આધારકાર્ડ અથવા પાસપોર્ટ બે માંથી એક પણ આઇડેન્ટીટી કાર્ડ ન હોય તો તેઓ સ્કુલ કે કોલેજ દ્વારા આપવામાં આવેલ આઇડેન્ટીટી કાર્ડથી પણ ઓનલાઈન એપોઈંટમેન્ટ અથવા સ્થળ પર રજીસ્ટ્રેશન કરાવીને રસી મેળવી શકશે. ઉપરાંત શાળા કે કોલેજમાં અભ્યાસ ન કરતા હોય તેવા ૧૫ થી ૧૮ વર્ષનાં યુવાનો અને યુવતીઓ પણ આધાર કાર્ડ કે પાસપોર્ટ દ્વારા નજીકની શાળા કે કોલેજો કે આરોગ્ય સંસ્થાનાં કોવેક્સીન રસીકરણ સેશનમાં રસી મેળવી શકશે. તો તા.૩-૧-૨૦૨૨ થી તા.૭-૧-૨૦૨૨ સુધીમાં ૧૫ થી ૧૮ વર્ષ સુધીની ઉંમર ધરાવતા વિધાર્થી-વિધાર્થીનીઓ પોતાની સ્કુલ કે કોલેજમાં કોરોના રસીકરણ સેસનનાં સમયે હાજર રહેવા અને કોરોના રસીકરણ કરાવી કોરોના સામે રક્ષણ મેળવવા મોરબી જીલ્લાના તમામ વિધાર્થી-વિધાર્થીનીઓ તેમજ તમામ જાગૃત વાલીઓને હીરાભાઈ ટમારિયા ચેરમેન આરોગ્ય સમિતિ , જિલ્લા પંચાયત મોરબી તથા ડો. જે.એમ.કતીરા મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી તેમજ ડો. વિપુલ કારોલીયા જિલ્લા આરસીએચ અધીકારી જિલ્લા પંચાયત મોરબી નમ્ર અપીલ કરે છે.






Latest News