મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

વાંકાનેરના પલાસ ગામ તરફ જતાં રસ્તા ઉપર બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત


SHARE











વાંકાનેરના પલાગામ તરફ જતાં રસ્તા ઉપર બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત

વાંકાનેરના પલાશ પાડધરા ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપથી પલાસ ગામ તરફ જવાનો રસ્તા ઉપર યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી બાઈક લઈને આવી રહેલા શખ્સે સાઈડ કાપવા જતા સમયે ઓવરટેક કરતા યુવાનના બાઈકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં યુવાનને મોઢા અને પગના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીના પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા ભીખાલાલ ત્રિભોવનભાઇ ચાવડા (40) એ હાલમાં બાઈક નંબર જીજે 13 બીએલ 4283 ના ચાલક દશરથ વિનાભાઈ કોળી રહે મંડળાસર તાલુકો થાન વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓનો દીકરો તરુણ ભીખાલાલ ચાવડા બાઇક નંબર જીજે 36 એએન 2416 લઈને જઈ રહ્યો હતો ત્યારે સાઈડ કાપવા માટે સામેથી આવતા આરોપીએ તેનું બાઈક ઓવરટેક કરવા જતા સમયે ફરિયાદીના દીકરાના બાઈક સાથે અથડાવ્યુ હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના દીકરા તરુણને મોઢાના ભાગે તથા પગના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે મૃતક યુવાનના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News