મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં પરપ્રાંતિય કર્મચારીઓ-ભાડૂઆતોની વિગતો પોલીસને આપવાની રહેશે: અધિક કલેક્ટર


SHARE







મોરબી જીલ્લામાં પરપ્રાંતિય કર્મચારીઓ-ભાડૂઆતોની વિગતો પોલીસને આપવાની રહેશે: અધિક કલેક્ટર

મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગમાં તથા ફેકટરીઓમાં અને ખેતીના તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો તેમજ લોકોએ પોતાની મિલકત ભાડે આપી હોય તેની સબંધિત પોલીસ સ્ટેશનમાં માહિતી આપવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે

આ જાહેરનામા અનુસાર તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બીલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલીકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, મજૂરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી, રોજીંદા કે કોન્ટ્રાકટના કે ભાગીયા, કર્મચારીઓને કારીગરો/મજૂરોની માહિતી તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશનમાં આ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યાના ૧૫ દિવસમાં માં આપવાની રહેશે.

જેમાં પેઢીના માલીક/ખેડુતનું નામ સરનામું મોબાઈલ નંબર, ધંધાનું સ્થળ, કામ રાખેલ કર્મચારી, કારીગર/મજૂર/ભાગીયાનું હાલનું પુરુનામ, સરનામુ, ઓળખ ચિન્હ, મોબાઈલ નંબર તેમજ મૂળ વતનનું પુરું સરનામું તથા વતનના ટેલીફોન નં, નોકરીએ રાખ્યાની તારીખ, અગાઉ જે સ્થળે કામ કરતા હોય તે માલીકનું પુરું નામ સરનામું તથા મોબાઈલ નં., કોના રેફરન્સ/ પરિચયથી નોકરીએ રાખેલ છે તે સ્થાનીક રહીશનું પૂરું નામ, સરનામું, સગા સબંધિઓના પૂરા નામ તથા સરનામા ફોટો તથા હથિયાર ધરાવતા હોય તો તે સહિતની વિગતો નિયત પત્રકમાં રજીસ્ટર કે સીડી બનાવીને આપવાની રહેશે.

આ ઉપરાંત અન્ય રાજ્યો/દેશમાંથી વ્યક્તિને મકાન ભાડા પટે આપવામાં આવે ત્યારે મકાન ભાડે અપાવનાર દલાલ અને મકાન માલીકે મકાન ભાડે આપ્યા અંગેની માહિતી સંબંધી પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. જેમાં મકાન માલીકનું નામ તથા સરનામું, જે મકાન ભાડે આપેલ હોય તે મકાનનું સરનામું, મકાન ભાડે રાખનાર પરપ્રાંતીય વ્યક્તિના નામ, સરનામા, ઓળખકાર્ડ સહિતની વિગતો નિયત પત્રકમાં આપવાની રહેશે. આ જાહેરનામાનો અમલ તા.૨૮/૦૨/૨૦૨૨ સુધી કરવાનો રહેશે. જો કે, દર વરખ્તે આ રૂટિન જાહેરનામ પ્રસિધ્ધ કરવામાં આવ્યા પછી ખરેખર પોલીસ મથકોમાં માહિતી આવી છે કે નહીં તે જોવાની કોઈ અધિકારી દ્વારા તસ્દી લેવામાં આવતી નથી તે હક્કિત છે






Latest News