ફાયરિંગ કા બદલા ફાયરિંગ: માળીયા મીયાણામાં ઘરના ફળિયામાં બેઠેલા ટ્રાન્સપોર્ટ ઉપર જુની અદાવતનો ખાર રાખીને ફાયરિંગ કરીને કરાઇ હત્યા મોરબીના ખારચીયા ગામે અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબી સ્પામાં ગયેલ યુવાનને મસાજ ૧૯ લાખમાં પડ્યો, મહિલા સહિત ત્રણ સામે હનીટ્રેપની ફરિયાદ વાંકાનેરમાંથી ડુપ્લીકેટ નંબર પ્લેટ વાળા બુલેટ સાથે એક શખ્સ પકડાયો માળીયા (મી)ના નાના દહીસરા ગામે મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી કરનાર રીઢો ચોર પકડાયો: બીજા 4 મંદિરની ચોરીનો ભેદ ઉકેલાયો હળવદના ટીકર ગામે રેતી માફિયા ઉપર રેન્જ આઇજીની ટિમ ત્રાટકી: ૮૦ લાખનો મુદામાલ કબ્જે આયુષ્માન ભારત-PMJAY યોજના આશીર્વાદ સમાન: મોરબીની ખાનગી હોસ્પિટલમાં વીરપરના મહિલાની તદ્દન મફત ડિલિવરી વાંકાનેરમાં લગ્ન કરવા ઘર છોડી નીકળેલી ૧૭ વર્ષની કિશોરીનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યું
Breaking news
Morbi Today

મોરબીની મયુર હોસ્પિટલ ખાતે સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા કાર્યરત કરાયેલ ડાયાલિસિસ સેન્ટર રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ખુલ્લુ મૂક્યું


SHARE











મોરબીની મયુર હોસ્પિટલ ખાતે સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા કાર્યરત કરાયેલ ડાયાલિસિસ સેન્ટર રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ખુલ્લુ મૂક્યું

મોરબીની મયુર હોસ્પિટલ ખાતે સિમ્પોલો ફાઉન્ડેસન દ્વારા ડાયાલિસિસ સેન્ટર શરૂ ક૨વામાં આવ્યું છે. જેનું આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ત્યારે સિમ્પોલો પરિવારના લોકો તેમજ ઉદ્યોગકારો સહિતના લોકો હાજર રહ્યા હતા અને આ સેન્ટરમાં 6 અદ્યતન ડાયાલિસિસ મશીન મૂકવામાં આવ્યા છે જેનાથી મોરબી અને આસપાસના લોકોને સારવારમાં ખૂબ જ ફાયદો થશે.

આજે ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિમ્પોલો ગ્રુપના સ્થાપક ઠાક૨શીભાઈ અઘારા, સિમ્પોલો ગ્રુપના જીતેન્દ્રભાઈ અઘારા, બી.ટી.સવાણી હોસ્પિટલમાંથી જયંતિભાઈ, ર્ડો. જયંતિભાઈ ભાડેસીયા, સવજીભાઈ પટેલ, કરશનભાઈ આદ્રોજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સીમ્પોલો પરિવાર દ્વારા લોકોના આરોગ્ય માટે જે સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા જે ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે તેના માટે સિમ્પોલો પરિવારને અભિનંદન આપ્યા હતા અને આ ઉપરાંત સિમ્પોલો પરિવાર દ્વારા લોકોના આરોગ્ય અને શિક્ષણ સહિત બાબતોમાં જે આર્થિક સહયોગ આપવામાં આવે છે તે તેમની સેવાકીય ભાવનાને પણ બિરદાવી હતી.

આ ડાયાલિસિસ સેન્ટર માટે મશીનરીનો સંપૂર્ણ ખર્ચ અને લાંબા ગાળાનો મેડિકલ ઈક્વિપમેન્ટ સપોર્ટ સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા પૂરો પાડવામાં આવ્યો છે. છેલ્લા 24 વર્ષથી કિડનીની સારવારના ક્ષેત્રમાં કાર્યરત બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના સહયોગથી આ સેવાને હાલમાં મોરબીમાં શરૂ કરવામાં આવી છે. આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય જાતિ કે સમુદાયના ભેદભાવ વિના સમાજના તમામ વર્ગના દર્દીઓને વ્યાજબી દરે ઉચ્ચ ગુણવત્તાની સારવાર પૂરી પાડવાનો છે. ભૂતકાળમાં મોરબી અને આસપાસના વિસ્તારોના દર્દીઓને ડાયાલિસિસ માટે લાંબા અંતરની મુસાફરી કરી મોટા શહેરોમાં જવું પડતું હતું, જેનાથી તેમના પર આર્થિક બોજ અને શારીરિક તણાવ વધતો હતો.

વધુમાં સિમ્પોલો ગ્રુપના સીએમડી જિતેન્દ્રભાઈ અઘારાએ જણાવ્યું હતું કે મોરબી વિસ્તારમાં દર્દીઓને નિયમિત ડાયાલિસિસ મેળવવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ સેન્ટર શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. સિમ્પોલો ફાઉન્ડેશન સમાજ પર લાંબા ગાળાનો પ્રભાવ પાડી શકે તેવા હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સમર્થન આપવા પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત, સિમ્પોલો દ્વારા સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રાજકોટ ખાતે નવી બની રહેલી શીતલ મંજુ પટેલ હોસ્પિટલમાં પણ 5 કરોડ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે.






Latest News