મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટ લેતા અકસ્માત બંને ઇજાગ્રસ્તનો સારવારમાં


SHARE







વાંકાનેરમાં ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટ લેતા અકસ્માત બંને ઇજાગ્રસ્તનો સારવારમાં

વાંકાનેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે રોડ ઉપર નવાપરાની કટ પાસે ડબલ સવારી બાઇકને કાર ચાલકે અડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને બાઈક ઉપર જઈ રહેલા બંને યુવાનોને ઈજા થતા તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરના મિલ પ્લોટ બૂરાક ડેરીની સામેની શેરીમાં રહેતા અમિતભાઈ પૂનમભાઈ પરમાર (30) એ કાર નંબર જીજે 36 એફ 3838 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર નવાપરાની કટ પાસેથી તેઓ પોતાના મિત્ર અનિલભાઈ સાથે પોતાના બાઇક નંબર જીજે 3 સીએચ 3476 લઈને જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેઓના બાઈકને અકસ્માત કર્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીને દાઢીના ભાગે તથા ડાબા પગમાં ગંભીર ઈજા થઈ હતી જ્યારે સાહેદ અનિલભાઈને શરીરને નાના મોટી ઇજાઓ થઈ હોવાથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News