મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી સરતાનપર રોડે બાંધકામ સાઈટ ઉપર ઊંચાઈએથી પડી જતા યુવાનનું મોત


SHARE







મોરબી સરતાનપર રોડે બાંધકામ સાઈટ ઉપર ઊંચાઈએથી પડી જતા યુવાનનું મોત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં બાંધકામ સાઈટ ઉપર કામ ચાલુ હતું. દરમિયાનમાં ઊંચાઈએથી નીચે પડી ગયેલા સતવારા યુવાનનું મોત નિપજયુ હતું.બનાવને પગલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શનાળા રોડ બુટાની વાડી વિસ્તારમાં રહેતો જગદીશભાઈ સવજીભાઈ પરમાર નામનો ૩૯ વર્ષનો યુવાન મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ કારખાનામાં બાંધકામ સાઈટ ઉપર કડિયા કામનું કામ કરતો હતો.દરમ્યાનમાં તે ઊંચાઈ ઉપરથી નીચે પડી ગયો હતો. જેથી ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત નિપજયુ હતું અને તેના ડેડબોડીને અત્રેની સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લાવવામાં આવ્યુ હતુ.બનાવને પગલે એ ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવતા સ્ટાફના ભગવાનભાઈ ખટાણા દ્વારા નોંધ કરી પ્રારંભિક તપાસ બાદ બનાવ અંગે આગળની વધુ તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

સિવિલ હોસ્પિટલ નજીક મારામારી

મોરબીની સિવિલ હોસ્પિટલ પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જે બનાવમાં જીગ્નેશ અંકિતભાઈ ઝાલા (૨૬) રહે. વજેપર કાલિકા પ્લોટ પાસેને ઇજા થતા સારવારમાં સિવિલે લવાયો હતો.તેમજ જયેશભાઇ રસિકલાલ જાદવ (૫૨) રહે. મોરબી રેનબશેરાને પણ સિવિલ પાસે અજાણ્યા વ્યક્તિ દ્વારા ઈંટ મારવામાં આવતા તેમને પણ સારવાર માટે સિવિલમાં લાવવામાં આવ્યા હતા બનાવ અંગે નોંધ કરી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના રવાપર ગામે શક્તિ ટાઉનશીપ પાસે કામ દરમિયાન ભૂલથી થિનર (કલરકામ માટેનું લીકવીડ) ને પાણી સમજીને પી જતા રઇશ શોકિનભાઈ શાહ (૨૨) રહે.હાલ મુરલીધર હોટલ પાછળ શનાળા મોરબીને અત્રેની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મહિલા સારવારમાં

થાન પાસેના વીજળીયા ગામે રહેતા શોભનાબેન લાલાભાઇ સારદિયા નામના ૨૯ વર્ષીય મહિલા દવા પી ગયેલ હોય તેઓને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના બી.આર.ખટાણા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને બનાવ સંદર્ભે થાન પોલીસને જાણ કરવામાં આવી હતી.જ્યારે હળવદ ખાતે રહેતા ભાવેશભાઈ વાડીભાઈ પરમાર નામના ૨૧ વર્ષના યુવાનને હળવદના જીઓના પેટ્રોલ પંપ નજીક ડમ્પર સાથે અકસ્માત બનાવમાં ઇજા થતા તેમને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ માળિયા મીંયાણાના વેણાસર ગામે રહેતા મહેશભાઈ ગોરધનભાઈ ચૌહાણ નામના ૨૨ વર્ષના યુવાનનું બાઈક વેણાસર ગામ નજીક સ્લીપ થઈ ગયુ હોય તેને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવતા પોલીસ દ્વારા બનાવ અંગે નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી






Latest News