મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના પાજ ગામે મૈત્રી કરાર કરીને રહેતી મહિલાના કાકા અને કાકાના બે દીકરાઓએ યુવાનના પિતા ઉપર કર્યો પાઇપ વડે હુમલો


SHARE







વાંકાનેરના પાજ ગામે મૈત્રી કરાર કરીને રહેતી મહિલાના કાકા અને કાકાના બે દીકરાઓએ યુવાનના પિતા ઉપર કર્યો પાઇપ વડે હુમલો

વાંકાનેરના પાજ ગામે મૈત્રી કરાર કરીને રહેતી મહિલાના કાકા અને કાકાના બે દીકરાઓએ મહિલાએ જેની સાથે મૈત્રી કરાર કરેલ છે તે વ્યક્તિના પિતા સહિત બે લોકોને પાઇપ વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ મૈત્રી કરાર કરનાર મહિલાએ તેના કાકા અને કાકાના બે દીકરાની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.

મૂળ વાંકાનેરના લાલપર ગામના રહેવાસી અને હાલમાં પા ગામે રહેતા અજીજાબેન ફારુકભાઈ સંધિ (36)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સલીમભાઈ બલોચ, આસિફ સલીમભાઈ બલોચ, અને અબરાર સલીમભાઈ બલોચ રહે. બધા લાલપર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓએ પોતાના પતિથી અલગ મુરાદખાનના દિકરા નાસિર સાથે મૈત્રી કરાર કરી રહે છે અને મુરાદખાન તેમજ તેનો પૌત્ર નવાજ બંને મુરાદખાનની દીકરીની લાલપર પાસે હોટલ આવેલ છે ત્યાં બેઠા હતા ત્યારે ફરિયાદીના કાકા સલિમભાઈ અને તેના બે દીકરા ત્યાં લોખંડના પાઇપ સાથે આવ્યા હતા અને મુરાદખાન અને તેના પૌત્ર ઉપર હુમલો કર્યો હતો અને ત્યારે મુરાદખાનને હાથે અને પગે લોખંડ પાઈપથી માર માર્યો હતો. જેથી મુરાદખાનને બંને હાથ પગે ઇજા થઈ હતી તેમજ નવાજને પણ હાથે, પગે અને ડોકના ભાગે ઇજા થઈ હતી અને બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈ ગયા હતા અને  આ બનાવ સંદર્ભે મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News