મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરીપર ગામે મશીનના ઓપરેટરને મીઠાના કારખાને કામે લઈ જવા બાબતે પિતા-પુત્ર ઉપર બે શખ્સોએ કર્યો ધારિયા-ધોકા વડે હુમલો


SHARE







માળીયા (મી)ના હરીપર ગામે મશીનના ઓપરેટરને મીઠાના કારખાને કામે લઈ જવા બાબતે પિતા-પુત્ર ઉપર બે શખ્સોએ કર્યો ધારિયા-ધોકા વડે હુમલો

માળીયાના હરીપર ગામની સીમમાંથી મીઠાના વૃદ્ધ વેપાર મશીનના ઓપરેટરને લઈને મીઠાના કારખાના તરફ મશીન ચલાવવા માટે લઈને જતાં હતા ત્યારે મશીનનો ઓપરેટર અગાઉ જ્યાં કામ કરતો હતો તે શખ્સ સહિત બે વ્યક્તિઓએ આ બાબતનો ખાર રાખીને વૃદ્ધની સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી ત્યાર બાદ ધારિયા વડે વૃદ્ધ ઉપર હુમલો કર્યો હતો અને માથામાં ડાબી બાજુએ ફેક્ર જેવી ઈજા કરી હતી તેમજ તેના દીકરાને પણ લાકડી વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલા પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

માળીયા મીયાણા તાલુકાના હરીપર ગામે રહેતા અને મીઠાનો વેપાર કરતા ગનીભાઈ સુલેમાનભાઈ પાયક (72)એ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફતેહમહમદ અબ્દુલભાઈ ભટ્ટી રહે. માળિયા તથા એક અજાણ્યો શખ્સ આમ કુલ મળીને બે લોકોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફતેમહમદ અબ્દુલભાઈ ભટ્ટીનો મશીન ઓપરેટર ફરિયાદી સાથે મીઠાના કારખાનામાં મશીન ચલાવવા માટે જઈ રહ્યો હતો જે બાબતનો ખાર રાખીને ફરિયાદી સાથે આરોપીઓએ બોલાચાલી કરીને ગાળો આપી હતી તેમજ ધારીયા વડે ફરિયાદીને માથાની ડાબી બાજુએ મારમારીને ફ્રેક્ચર જેવી ઈજા કરી હતી જ્યારે અજાણ્યા શખ્સે ફરિયાદીના દીકરા અશરફને લાકડી વડે માર મારીને જાઓ કરી હતી જેથી ઇજા પામેલ પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

ફિનાઇલ પી લીધું

મોરબીમાં બાયપાસ રોડ ઉપર કામધેનું પાર્ટી પ્લોટ નજીક રહેતા જયસુખભાઈ ગણેશભાઈ તારપરા (37) નામના યુવાને કોઈ કારણોસર વનાળીયા ગામે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

વાંકાનેરના નવાપરામાં રહેતા રેવીબેન માણેકભાઈ ચારોલીયા (50) નામના આધેડ મહિના રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન તેને અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં મહિલાને ઇજા થઈ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરી હતી.

અકસ્માતમાં ઇજા
રાજસ્થાનના જોધપુર રોડ ઉપર રહેતા સાવરલાલ ઓમપ્રકાશ બિસ્નોઇ નામનો યુવાન રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં આબુરોડથી મોરબી ટ્રક લઈને આવી રહ્યો હતો દરમિયાન હળવદ ધાંગધ્રા રોડ ઉપર ટ્રક સાથે ટ્રક અથડાતાં અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થઇ હોવાથી પ્રથમ હળવદ અને ત્યારબાદ વધુ સારવાર માટે તેને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News