હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

અપમૃત્યુના બે બનાવ: મોરબીમાં બેભાન થયા બાદ વૃદ્ધા અને સિંધાવદરમાં બેભાન થયા પછી યુવાનનું મોત


SHARE







અપમૃત્યુના બે બનાવ: મોરબીમાં બેભાન થયા બાદ વૃદ્ધા અને સિંધાવદરમાં બેભાન થયા પછી યુવાનનું મોત

મોરબીના વીસીપરા વિસ્તારમાં મહાકાળી ઓઇલ મીલની પાછળના ભાગમાં રહેતા વૃદ્ધા કોઈ કારણોસર બેભાન થઈ ગયા હતા જેથી તેઓને સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજ્યું છે જ્યારે વાંકાનેરના સિંધાવદર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતો યુવાન કોઈ કારણોસર બેભાન થઈ ગયો હતો જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું છે.

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મહાકાળી ઓઇલ મિલની પાછળના ભાગમાં રહેતા લીલાબેન લાભુભાઈ મોરવાડિયા (78) નામના વૃદ્ધા પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈપણ કારણોસર તેઓ બેભાન થઈ ગયા હતા જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યારબાદ તેઓને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજયું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં વાંકાનેરના સિંધાવદર ગામની સીમમાં યુસુફભાઈ પરારાની વાડીએ રહીને મજૂરી કામ કરતા વીરદાસિંહ નગાસિંહ રાવત (45) નામનો યુવાન વાડીએ હતો ત્યારે કોઈપણ કારણોસર તે બેભાન થઈ ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મૃતકના પરિવારજન ટીલસિંહ માનસિંહ રાવત (55) રહે. હાલ સિંધાવદર ગામ યુસુફભાઈ પરારાની વાડીએ વાંકાનેર મૂળ રહે. રાજસ્થાન વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ ખાતે જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News