મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામે પ્રેમલગ્ન કરનારા યુવાનના ઘરમાં ઘૂસીને યુવતીના પિતા, માતા અને બહેને તોડફોડ કરીને આગ ચાંપી દીધી


SHARE







માળીયા (મી)ના ખાખરેચી ગામે પ્રેમલગ્ન કરનારા યુવાનના ઘરમાં ઘૂસીને યુવતીના પિતા, માતા અને બહેને તોડફોડ કરીને આગ ચાંપી દીધી

માળીયા (મી)ના ખાખરેચી ગામે રહેતા યુવાને પ્રેમલગ્ન કરેલા હોય તે બાબતનું મનદુઃખ રાખીને યુવતીના પિતા, માતા અને બહેન યુવાનના ઘરે આવ્યા હતા અને ત્યાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ઘરવખરીની વસ્તુઓમાં કુહાડી અને ત્રિકમ ઘા મારીને તોડફોડ કરવામાં આવી હતી તથા ઘરમાં આગ ચાંપી દેવામાં આવી હતી અને ઘરમાં 1 લાખનું નુકસાન કરવામાં આવ્યું છે જેથી હાલમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

માળીયા (મી) તાલુકાના ખાખરેચી ગામે રહેતા નરેશભાઈ પ્રભુભાઈ ચાણા (42)હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઓસમાન અલ્લારખા મોકરસી, અમીના ઓસમાનભાઈ મોકરસી અને માહેનુર ઓસમાનભાઈ મોકરસી રહે. ત્રણે ખાખરેચી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેના ભાઈના દીકરાએ આરોપીની દીકરી સાથે પ્રેમલગ્ન કરેલા હોય જે બાબતનું મનદુઃખ ચાલતું હોય તેનો ખા રાખીને ફરિયાદીના મોટાભાઈ નવઘણભાઈના ઘરની અંદર આરોપીઓ કુહાડી અને ત્રિકમ જેવા હથિયાર લઈને આવ્યા હતા અને ત્યાં ફરિયાદીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ઘરની અંદર પડે ઘરવખરીની વસ્તુઓમાં કુહાડી અને ત્રિકમના ઘા મારીને નુકસાન કર્યું હતું તથા ઘરમાં આગ ચાંપી દઈને 1,00,000 નું નુકશાન કર્યું હતું જેથી હાલમાં પ્રેમલગ્ન કરનાર યુવાનના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News