સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ગેરકાયદેસર રીતે ગેસના બાટલાનું રિફિંલિંગ કરતો વેપારી ઝડપાયો: 25 બટલા કબ્જે


SHARE





વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ગેરકાયદેસર રીતે ગેસના બાટલાનું રિફિંલિંગ કરતો વેપારી ઝડપાયો: 25 બટલા કબ્જે

વાંકાનેરની ઢુવા ચોકડી નજીક એ.કે.હોટલની નીચેના ભાગમાં આવેલ દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસના બાટલાનું રિફિંલિંગ કરવામાં આવતું હતું ત્યાં એસઓજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ત્યારે સ્થળ ઉપરથી જુદી જુદી ગેસ કંપનીના 25 બાટલા તથા વજન કાંટો વગેરે મળીને 43,650 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કરી તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ ઢુવા ચોકડી પાસે એ.કે.હોટલની નીચેના ભાગમાં આવેલ દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસના બાટલાને રિફિલિંગ કરવામાં આવે છે તેવી હકીકત એસઓજીની ટીમને મળી હતી જેના આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર કોઈપણ પ્રકારના સેફ્ટીના સાધનો રાખ્યા વગર અને લોકોની જિંદગી જોખમમાં મુકાય તે રીતે ગેસના બાટલાને રિફિલિંગ કરવામાં આવતું હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી એસોજીની ટીમ દ્વારા સ્થળ ઉપરથી ગો ગેસ કંપનીના કોમર્શિયલ ખાલી અને ભરેલા 13 બાટલા, પૂરે ગેસ કંપનીના લાલ કલરના ગેસના ખાલી 2 કોમર્શિયલ બાટલા, સુપર ગેસ કંપનીના ખાલી અને ભરેલા 6 બાટલા, કેપ્શન કંપનીના ગેસના ખાલી 4 બાટલા અને એક વજન કાંટો તેમજ ગેસના બાટલામાં રીપેરીંગ કરવા માટે થઈને નાની અને મોટી કુલ મળીને 5 નીપલ આમ કુલ મળીને 43,650 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી હનીફભાઈ હુસેનભાઇ બારા (47) રહે. વાકિયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News